ઇંધણના ભાવમાં ભડકો;16 પૈસા પેટ્રોલ 20 પૈસા ડીઝલ મોંઘુ

03 December 2020 01:04 PM
Rajkot Gujarat
  • ઇંધણના ભાવમાં ભડકો;16 પૈસા પેટ્રોલ 20 પૈસા ડીઝલ મોંઘુ

14 દિવસમાં દોઢથી અઢી રૂપિયાનો વધારો : લોકોને ભાવવધારાનો ડામ : વધતા જતા ભાવવધારા સામે જનતા ચૂપ

રાજકોટ,તા. 3
કોરોના કાળના લોકડાઉનમાં વૈશ્ર્વિક બજારમાં ક્રૂડની કિંમતો ગીરાવટ બાદ નલોકમાં ક્રડની કિંમતો સામાન્ય રહી હોવા છતાં સરકાર અને ઓઇલ કંપનીઓએ ઇંધણના ભાવોમાં વધારો ઝીંક્યો છે. ગત તા. 21મી નવેમ્બરથી આજ દિન સુધી રોજિંદા ભાવફેરમાં પેટ્રોલ-ડીઝલ વધુને વધુ મોંઘુ દાટ થઇ રહ્યું છે આજે 14મા દિવસે 16 પૈસા પેટ્રોલ અને 20 પૈસા ડિઝલ મોંઘુ થયું છે.
આજે રાજકોટ શહેરમાં 16 પૈસાના વધારા સાથે રૂા. 79.84 પેટ્રોલ અને 20 પૈસાના વધારા સાથે રૂા. 78.20 ડીઝલ વેચાણમાં છે. દેશભરમાં ઓક્ટોબર-નવેમ્બર માસના ત્રીજા સપ્તાહના અંત સુધી પેટ્રોલ ડીઝલના ભાવો સ્થિર રહ્યા બાદ રોજિંદા ભાવફેરમાં છેલ્લા 14મા દિવસે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા 14 દિવસમાં રૂા. 1.58 પેટ્રોલ અને રૂા. 2.59 ડીઝલમાં વધારો ઝીંકી દેવાયો હોવા છતા લોકો ચૂપચાપ આર્થિક બોજ ઉઠાવી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ મોંઘવારી-બેરોજગારી અને કોરોનાના ફફડાટ સાથે સરકાર અને ઓઇલ કંપનીઓએ લોકો માથે ઇંધણના ભાવવધારાનો બોજ નાખ્યો છે. લોકોના આર્થિક બોજમાં વધારો થયો છે.


Related News

Loading...
Advertisement