રાજકોટમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકા

03 December 2020 12:16 PM
Rajkot Crime
  • રાજકોટમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકા
  • રાજકોટમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકા
  • રાજકોટમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકા

મહેસાણાથી એચડીએફસી બેંકમાં ર00ના દરની જાલી નોટ જમા કરાવતા કૌભાંડનો પર્દાફાશ થયો: મહેસાણા પોલીસે રાજકોટમાં દરોડો પાડી પ્રિન્ટર તથા આરોપીએ સળગાવી દીધેલ નોટો કબ્જે કરી : રાજકોટના બે અને અમરેલી પંથકના એક શખ્સની સંડોવણી

રાજકોટ, તા. 3
મહેસાણાની એચડીએફસી બ્રાન્ચમાં રૂા.ર00ના દરની 100 ડુપ્લીકેટ નોટ ધાબડી દેવાના પ્રકરણમાં પોલીસે તપાસ કરતા આ જાલી નોટ રાજકોટમાં છાપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી મહેસાણા પોલીસે રાજકોટમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા દરોડા પૂર્વે પોલીસથી બચવા માટે આરોપીએ 100 જેટલી જાલી નોટો સળગાવી દીધી હતી. પોલીસે આ જાલી નોટો પણ કબજે કરી છે. પોલીસની તપાસમાં રાજકોટના બે શખ્સો અને અમરેલીના સસીયા ગામના શખ્સ મળી આ કૌભાંડ આચર્યુ હતું. જાલી નોટો માત્ર મહેસાણા મોકલી હોય તેવું નથી રાજકોટની બજારમાં પણ જાલી નોટ આરોપીઓએ ફરતી કર્યાની શંકા સેવાઇ છે ત્યારે ડુપ્લીકેટ નોટ છાપવાના પ્રકરણમાં સકંજામાં લેવાયેલા ત્રણેય આરોપીઓને સઘન પુછપરછ કરાતા જાલી નોટના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા સેવાઇ રહી છે.


મહેસાણામાં પ્રભુકૃપા કોમ્5લેક્ષમાં આવેલી એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં ગત તા.30ના બે ગ્રાહકોએ પોતાની પેઢીના ખાતામાં રકમ જમા કરાવી હતી. જેમાં ર00ના દરની 100 જાલીનોટ હોવાનું માલુમ પડયુ હતું. આ મામલે બેંકના બ્રાન્ચ મેનેજર હેંમત પંડયાએ મહેસાણા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદના પગલે મહેસાણા એસઓજીએ જાલીનોટના આ પ્રકરણમાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પીઆઇ બી.ડી.સોઢા અને તેમની ટીમે પૈસા જમા કરાવનારની પુછપરછ કરતા બહુચરાજી ખાતે પારસ પ્રોવિઝન સ્ટોર ધરાવતા પટેલ બાબુ કરશનદાસે આ નોટ મોકલી હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસે બહુચરાજી ખાતે તપાસ કરતા રાજકોટના શખ્સોએ આ ડુપ્લીકેટ નોટો મોકલી હોવાનું માલુમ પડયુ હતું.


પોલીસે આ કૌભાંડમાં વધુ સઘન તપાસ કરતા અમરેલીના સસીયા ગામના મગન શેઠ તેમજ રાજકોટના દિપક શાંતિલાલ કારીયા અને સાગર સુરેશના નામ સામે આવ્યા હતા. જેના પગલે મહેસાણા પોલીસ ટીમ દ્વારા ગઇકાલે રાજકોટ તપાસ કરવામાં આવી હતી અને ભકિતનગર વિસ્તારમાંથી સાગર સુરેશ ખીલોસીયા તથા રૈયા ચોકડી પાસેથી દિપક કારીયાને ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે મહેસાણા તપાસ દરમ્યાન અમરેલીના સસીયા ગામના મગન શેઠનું નામ ખુલતા તેને પણ ઝડપી લીધો હતો. આ મગનની પુછપરછ કરતા જાલી નોટ રાજકોટના દિપક કારીયાએ આપ્યાની કબુલાત આપી હતી. મગન અને સાગર પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ લઇ દિપક કારીયાના ઘરે જતા હતા અને દિપક પોતાના ઘરમાં ર00ના દરની જાલી નોટ છાપતો હતો.


આ બાતમી પરથી પોલીસે દિપક કારીયા કે જે રૈયા રોડ પર સદગુરૂ કોમ્પ્લેક્ષમાં રહેતો હોય તેના ઘરે દરોડો પાડયો હતો. જોકે આ કૌભાંડમાં પર્દાફાશ થઇ ગયો હોય તેની જાણ દિપકને પણ થઇ જતા તેને જાલી નોટ સળગાવી નાખવાની કોશીષ કરી હતી. પોલીસે સળગાવેલી નોટોના અવશેષો પણ પુરાવારૂપે કબ્જે કર્યા હતા. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ જાલી નોટ છાપી મહેસાણા મોકલી હોવા ઉપરાંત આ જાલી નોટ રાજકોટની બજારમાં પણ ફરતી કરી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે અને રાજય વ્યાપી કૌભાંડ સામે આવવાની પણ શકયતા નકારી શકાતી નથી. પોલીસે હાલ દરોડા દરમ્યાન પ્રિન્ટર તથા સળગાવેલી નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટનો દિપક કારીયા ઘરે જ પ્રિન્ટર મારફત ડુપ્લીકેટ નોટો છાપતો હતો


જાલી નોટ પ્રકરણમાં મહેસાણા એસઓજીની ટીમે રાજકોટમાં દરોડો પાડી અહીંના દિપક કારીયા અને સાગર ખીલોસીયા નામના બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં એવી વિગત સામે આવી હતી કે સાગર અને મગન પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ દિપક કારીયાના ઘરે લઇને જતા હતા અને આ દિપક રૈયા રોડ પર સદગુરૂ કોમ્પ્લેક્ષમાં આવેલા પોતાના મકાને જાલી નોટ છાપતો હતો.


Related News

Loading...
Advertisement