અમદાવાદ, તા. 3
ગુજરાત હાઇકોર્ટે આશારામ બાપુના પુત્ર અને બળાત્કાર કેસમાં જેલમાં રહેલા નારાયણ સાંઇને બિમાર માતાને મળવા દેવા ‘ફર્લો’ પર છોડવા આદેશ કર્યો છે.
ર013માં હરિયાણા ખાતેથી ધરપકડ બાદ સાંઇ પહેલી વખત બહાર આવશે. ગત સપ્તાહે સાંઇએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમના માતાની તબીયત ખુબ ખરાબ હોવાના કારણે ફર્લો પર મુકિત માંગી હતી.
બાદમાં અદાલતે રૂા.પાંચ હજારના પર્સનલ બોન્ડ પર છોડવા જેલ તંત્રને સૂચના આપી હતી. તે હાલ સુરતની લાજપોર જેલમાં છે.
બળાત્કાર કેસમાં સાંઇને આજીવન કેદ થઇ છે. માતા-પિતા બંનેને મળવા તેમણે 10 દિવસના હંગામી જામીન માંગ્યા હતા.