રાજકોટ શહેરમાં કોરોનાએ સદી ફટકારી; સૌરાષ્ટ્રમાં વધુ 306 કેસ

03 December 2020 10:26 AM
Rajkot Saurashtra
  • રાજકોટ શહેરમાં કોરોનાએ સદી ફટકારી; સૌરાષ્ટ્રમાં વધુ 306 કેસ

લગ્નસરાની સીઝનમાં કોરોના આક્રમણ બન્યો : રાજકોટ 1પ3, જામનગર 4પ, ભાવનગર 18, જુનાગઢ રર, મોરબી ર7, અમરેલી ર0, ગીર સોમનાથ 8, સુરેન્દ્રનગર પ, બોટાદ-દ્વારકા 3-3, પોરબંદર ર, કચ્છ ર8 સહિત 334 પોઝીટીવ કેસ સામે 3ર1 દર્દીઓ સ્વસ્થ

રાજકોટ, તા. 3
સૌરાષ્ટ્રભરમાં દિવાળી બાદ લગ્નસરાની સીઝનમાં કોરોના સંક્રમણમાં વધારો થતા પોઝીટીવ કેસોમાં સતત વધારા સાથે ફરી ડરામણો માહોલ સર્જાયો છે. રાજકોટ જિલ્લામાં બે દિવસમાં ર0 દર્દીઓના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. છેલ્લા ર4 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 334 પોઝીટીવ કેસ સામે 3ર1 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જીલ્લામાં 10 દર્દીઓએ સારવારમાં દમ તોડયો છે.


ર4 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં 108 શહેર 4પ ગ્રામ્ય કુલ 1પ3, જામનગર 33 શહેર 1ર ગ્રામ્ય કુલ 4પ, ભાવનગર 13 શહેર પ ગ્રામ્ય કુલ 18, જુનાગઢ 11 શહેર 11 ગ્રામ્ય કુલ રર, મોરબી ર7, અમરેલી ર0, ગીર સોમનાથ 8, સુરેન્દ્રનગર પ, બોટાદ-દ્વારકા 3-3, પોરબંદર ર અને કચ્છ ર8 સહિત 334 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જ્યારે દર્દીઓ સાજા થવાની વિગત જોતા રાજકોટ 10ર, જામનગર 37, ભાવનગર 18, જુનાગઢ 36, મોરબી 11, અમરેલ 44, ગીર સોમનાથ 1ર, સુરેન્દ્રનગર 18, બોટાદ 4, દ્વારકા 13, પોરબંદર પ, કચ્છ ર1 સહિત 3ર1 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


ગુજરાત રાજ્યમાં ર4 કલાક દરમિયાન 1512 નવા પોઝીટીવ કેસ સામે 1પ70 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં રીકવરી રેટ 91.1પ ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાયો છે. ર4 કલાકમાં રાજકોટ શહેરમાં જ કોરોનાએ સદી ફટકારી છે. જિલ્લામાં 1પ3 પોઝીટીવ કેસ નોંધાયા છે. 108 શહેર અને 4પ ગ્રામ્ય સહિત 1પ3 પોઝીટીવ કેસ નોંધાતા ફરી ડરામણો માહોલ સર્જાયો છે. શહેરી વિસ્તારમાં રાત્રી કફર્યુ અમલી હોવા છતાં સંક્રમણમાં હજુ સુધી ઘટાડો નોંધાયો નથી. બીજી તરફ મૃત્યુ આંક ણ વધી રહ્યો છે. 10 દર્દીઓના મોત નોંધાયા છે.હાલ 768 દર્દીઓ સરકારી ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે ખંભાળિયાના ત્રણ, ભાણવડના બે અને કલ્યાણપુરનો એક મળી કોરોનાના છ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દ્વારકાના સાત, ભાણવડના ત્રણ ખંભાળિયાના બે અને કલ્યાણપુરમાં એક સહિત કુલ તેર દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી હતી.


આ સહિત કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 44 રહ્યો છે. જ્યારે નોન કોવિડ મૃત્યુ આક એક દર્દીના વધારા સાથે 62 તથા કોરોનાના કારણે નવ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,242 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 9 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 13 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે 2, મહુવા તાલુકાના ગોરસ ગામ ખાતે 1 તથા ઉમરાળા તાલુકાના પીપરલી ગામ ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 4 એમ કુલ 18 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 5,260 કેસ પૈકી હાલ 71 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,113 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


મોરબી
મોરબી જિલ્લામાં કોરોના કહેર યથાવત રહ્યો છે. વધુ ર7 નવા પોઝીટીવ કેસ સામે 11 દર્દીઓ સાજા થયા છે. મોરબી તાલુકાના 16, 4 ગ્રામ્ય, 1ર શહેરી, 7 વાંકાનેર, 4 ગ્રામ્ય, 3 શહેરી, 1 હળવદ, ર ટંકારા, 1 માળીયા કુલ ર7 કેસ નોંધાયા છે.


જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં નવા રર પોઝીટીવ કેસ નોંધાયા છે. 11 શહેર, 3-3 માણાવદર-કેશોદ, ર ભેંસાણ, 1-1 માંગરોળ- વિસાવદર કેસ નોંધાયા છે. 36 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement