ઈ-કેકડાઉન: ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે દેશભરમાં પોલીસ લીંકઅપ કર્યુ

03 December 2020 10:16 AM
Gujarat
  • ઈ-કેકડાઉન: ગુજરાત પોલીસે સાયબર
ક્રાઈમ સામે દેશભરમાં પોલીસ લીંકઅપ કર્યુ

સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ સાથે માહિતીની આપલે: ગુજરાત લીંક ધરાવતા સાયબર ક્રાઈમનું એલર્ટ મળશે

અમદાવાદ: ગુજરાતમાં વધતા જતા સાઈબર ક્રાઈમને નાથવા અને રાજય કે દેશના સિમાડા વગરના આ પ્રકારના ક્રિમીનલને ટ્રેસ કરવા માટે ગુજરાત પોલીસે પ્રથમ વખત દેશની વિવિધ કાનૂની એજન્સીઓ સાથે સંકલન સાધવા માટે લીંક અપ કરી લીધું છે.


જેનાથી ક્રીમીનલની માહિતી બહુ ઝડપથી ઉપલબ્ધ બની જશે. ગુજરાતમાં નોંધાતા સાયબર ક્રાઈમમાં રાજયના અને દેશના સિમાડા બહારના ક્રિમીનલનો હાથ હોય છે. ઉપરાંત જેમ જેમ ડીજીટલ ઈન્ડીયાનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ સાયબર ક્રાઈમના પ્રકાર પણ વધતા જાય છે જેમાં સોશ્યલ મીડીયાથી બેન્ક ખાતા સાથે જોડાયેલ કે પછી પેમેન્ટ એપ- વોલેટ અને ઈ-કોમર્સ કંપનીઓ સીમકાર્ડ, લોટરી કે ઈનામ લાગ્યાના બનાવટી ઈમેઈલ વિ.થી લોકોને છેતરી તેમના બેન્ક ખાતા કે અન્ય રીતે નાણા મેળવી લેવાય છે. જેનું પગેરુ મેળવવું અત્યંત અઘરુ બની જાય છે.


હાલમાં જ બનાવટી જોબ ઓફર કે વિમા પ્રીમીયમમાં રાહત જેવી ઓફરથી પણ લોકોને છેતરવામાં આવે છે.ગુજરાત પોલીસે હવે આ પ્રકારના ક્રાઈમમાં દેશમાં પોલીસ કે અન્ય એજન્સીઓ સાથે સહયોગ સાધવાના એક મહત્વના કદમમાં આ લીંકઅપ કર્યુ છે. ડીજીપી ઓફિસના જણાવ્યા મુજબ દેશમાં કયાંય આ સાયબર ક્રાઈમ થાય અને તેની લીંક ગુજરાતમાં હોય અથવા રાજયના મોબાઈલ ટાવર કે ઈન્ટરનેટ મારફત આ ક્રાઈમ થયો હોય તો તેનું તુર્ત જ એલર્ટ ગુજરાત પોલીસને મળી જશે અને તેના આધારે ગુજરાત પોલીસ તપાસમાં સહયોગ આપશે અને માહિતી શેર કરશે.
આ પોર્ટલના માધ્યમથી દેશભરની લો-એજન્સીઓ સાથે યોગ્ય રીતે અને ઝડપથી સંકલન કરી શકાશે.


ખાસ કરીને સાયબર ક્રાઈમ કરનારાઓની ઓનલાઈન પ્રવૃતિ પર પણ નજર રાખવાની વ્યવસ્થા ભવિષ્યમાં બની શકશે. ઉપરાંત ફોનના લોકેશનના આધારે જે તે ક્રિમીનલની ધરપકડ પણ કરી શકાશે. ઉપરાંત અન્ય રાજયની પોલીસને આ પ્રકારના ક્રાઈમ માટે ગુજરાત આવ્યા વગર જ તે રાજય પોલીસ સાથે સંકલન કરશે.


આ માટે જે તે રાજયની પોલીસે ઓનલાઈન રીકવેસ્ટ તથા ક્રાઈમની માહિતી આપવી પડશે અને આઈપી એડ્રેસ સહિતની માહિતી પણ આપવી પડશે અને એસપી કક્ષાના અધિકારીએ તેને ઓથેન્ટીક કરવી પડશે. આ પ્રકારની વ્યવસ્થાનો હેતુ કોઈ ખોટી ગેરમાર્ગે દોરતી માહિતી પોર્ટલ પર મુકીને પોલીસને ખોટી રીતે પરેશાન ન કરાય તેના માટે છે. ઉપરાંત આ પ્રકારની માહિતી તદન ગુપ્ત રહેશે અને ફકત તપાસના હેતુથીજ તેનો ઉપયોગ કરી શકાશે.


Related News

Loading...
Advertisement