ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઈના ફર્લો જામીન મંજુર કર્યા

02 December 2020 10:05 PM
Gujarat
  • ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઈના ફર્લો જામીન મંજુર કર્યા

સુરતની મહિલા સાથે દુષ્કર્મ આચરવા મામલે સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી હતી

અમદાવાદ:
ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઈના ફર્લો જામીન મંજુર કર્યા છે. સુરતની મહિલા સાથે દુષ્કર્મ આચરવા મામલે સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, દોષિત જાહેર કરાયેલા કેદી તેમના પરિવારિક અને સામાજિક જીવન સાથે સંકળાયેલા રહે તેના માટે તેમને વાર્ષિક ફર્લો આપવામાં આવે છે. કેદી કોર્ટ સમક્ષ આ અંગે અરજી કરે છે અને કોર્ટને યોગ્ય લાગે તો ફર્લો મંજુર કરવામાં આવે છે.

આ પહેલા નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, તેમની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે. તેમને પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરી ફર્લો મંજુર કર્યા છે. નોંધનીય છે કે, સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી છે. તે હાલ જોધપુર જેલમાં સજા હેઠળ છે. જ્યારે અન્ય એક કેસ ગાંધીનગર કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે એક માસ નારાયણ સાંઈએ માતા અને પિતાને મળવા માટે 10 દિવસના જામીન આપવા કોર્ટમાં અરજી કરી હતી જે પેન્ડિંગ છે.


Related News

Loading...
Advertisement