(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૨
ભાવનગરમાં આજે ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૪૨ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૯ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગરના બુધેલ ગામ ખાતે ૧, મહુવાના કુંભણ ગામ ખાતે ૨, મહુવાના ગોરસ ગામ ખાતે ૧ તથા ઉમરાળાના પીપરલી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૨૬૦ કેસ પૈકી હાલ ૭૧ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૧૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જિલ્લામાં કુલ ૬૯ દર્દીના મોત થઈ ચૂક્યા છે.