બિહારમાં એનડીએના ઉમેદવાર સુશિલકુમાર મોદીએ રાજયસભા માટે ફોર્મ ભર્યુ

02 December 2020 07:00 PM
India Politics
  • બિહારમાં એનડીએના ઉમેદવાર સુશિલકુમાર મોદીએ રાજયસભા માટે ફોર્મ ભર્યુ

રામવિલાસ પાસવાનના અવસાનથી ખાલી પડેલી સીટ ઉપર 14 ડીસેમ્બરે ચુંટણી યોજાનાર છે

પટણા તા. ર
બિહારમાં લોજપાના સ્થાપક અને પુર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ રાજયસભાની સીટ ઉપર આજે ભાજપના વરીષ્ઠ નેતા અને બીહારના ઉપમુખ્યમંત્રી સુશિલકુમાર મોદીએ આજે બપોરે 1ર:30 કલાકે એનડીએના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી નીતીષકુમાર પ્રદેશ ભાજપા અધ્યક્ષ સાંસદ ડોકટર સંજય જયસ્વાલ, ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુદેવી સહીત સરકારના અન્ય મંત્રીઓ હાજર રહયા હતા.


આ ઉપરાંત આ પ્રસંગે એનડીએના જીતનરામ માંઝી, વીઆઇપી અધ્યક્ષ મુકેશ સહની અને મોટી સંખ્યામાં ધારાસભ્યો તથા અન્ય નેતાઓ પણ હાજર રહયા હતા. રાજયસભાના આ નામાંકન અંતર્ગત પ્રમંડલીય કાર્યાલય ખાતે આજે સુરક્ષા વ્યવસ્થા એકદમ મજબુત કરી દેવાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 3 ડીસેમ્બર સુધી રાજયસભા માટે ઉમેદવારી નોંધાવી શકાશે. અને 4 ડીસેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે. જયારે 9 ડીસેમ્બરે ફોર્મ પરત લઇ શકાશે અને 14 ડીસેમ્બરે ચુંટણી અને મતગણતરી કરાશે.


Related News

Loading...
Advertisement