બચ્ચન પાન્ડેમાં જોવા મળશે જેકલિન

02 December 2020 06:04 PM
Entertainment
  • બચ્ચન પાન્ડેમાં જોવા મળશે જેકલિન

મુંબઇ, તા.2
અક્ષયકુમારની ‘બચ્ચન પાન્ડે’માં હવે જેકલિન ફર્નાન્ડિસ પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે કિર્તી સેનન અને અર્શદ વારસી પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે પસંદગી થતાં જેકલિને કહ્યું હતું કે ‘હું તેમની સાથે જાન્યુઆરીમાં શૂટીંગ શરૂ કરવાને લઇને આતુર છું. હું મારા પાત્ર વિશે જણાવી શકું એમ નથી, પરંતુ એ એકદમ જુદા અવતારમાં જોવા મળશે. હાઉસફુલમાં મેં જ્યારે ‘ધન્નો’ ગીત કર્યું ત્યારે હું ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ નવી હતી. જો કે પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા સાથેની મારી દોસ્તી ત્યારથી શરૂ થઇ ગઇ હતી. અક્ષય સાથે ફરી કામ કરવા માટે હું હવે વધુ રાહ નથી જોઇ શકતી. તેની સાથે કામ કરવું હંમેશા ખુબ જ ક્રેઝી હોય છે અને મને ખાતરી છે કે અમે ખુબ જ મજા કરીશું.’


ફરહાદ સામજી દ્વારા ડિરેકટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટીંગ જાન્યુઆરીમાં જેસલમેરમાં શરૂ કરવામાં આવશે. આ વિશે જેકલિને કહ્યું હતું કે ‘મેં હાલમાં જ એક ફિલ્મ (ભુત પોલીસ)નું શુટીંગ પુરું કર્યું છે અને એક ફિલ્મનું ચાલી રહ્યું છે. એ પુરું થતાં જ હું ‘બચ્ચન પાન્ડે’નું શુટીંગ શરૂ કરીશ ત્યાર બાદ સાજિદ નડિયાદવાલા દ્વારા ડિરેકટ કરવામાં આવી રહેલી સલમાન ખાન અને મારી ‘કિક-2’નું શુટીંગ શરૂ કરીશું.


Related News

Loading...
Advertisement