ફિલ્મ સીટી મામલે યોગીની મુંબઈ મુલાકાતને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

02 December 2020 04:57 PM
India Politics
  • ફિલ્મ સીટી મામલે યોગીની મુંબઈ મુલાકાતને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

મુંબઈમાંથી બોલીવુડને કોઈ ન લઈ જઈ શકે: શિવસેના ફિલ્મ સીટી યુપીમાં લઈ જવાના યોગી સરકારના નિર્ણયથી ઉદ્ધવ સરકાર પરેશાન: યોગી સરકારના મંત્રી મોહસીન

મુંબઈ તા.2
યુપીમાં ફિલ્મસીટીને લઈને રાજકીય જંગ દરમિયાન સીએમ યોગી આદીત્યનાથે ગઈકાલે મુંબઈ પહોંચીને અનેક ફિલ્મ સ્યાર્સ અને ઉદ્યોગપતિઓની મુલાકાત લીધી હતી, જેને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની જાણે ઉંઘ ઉડી ગઈ છે. યોગીની મુલાકાત પહેલા તેમના નિવેદનમાં પરેશાની સાફ દેખાઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ યોગીનું નામ લીધા વગર કહ્યું હતું કે કોઈ અહીંથી જબરદસ્તીથી બિઝનેસ લઈને ન જઈ શકે.ફિલ્મસીટી માટે હવે રાજકીય જુબાની જંગ શરુ થઈ ગયો છે.


ગઈકાલે યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે ફિલ્મસીટીને મામલે મુંબઈના એકટર અક્ષયકુમાર, ગાયક કૈલાસ ખેર, ઉદ્યોગપતિઓની મુલાકાત કરી હતી. જેને લઈને શિવસેનાએ યોગી પર પ્રહાર કર્યા હતા કે બોલીવુડને મુંબઈથી કોઈ ન લઈ જઈ શકે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે યોગી બતાવે નાઈડા ફિલ્મ સીટીનું શું થયું? શિવસેનાના સાથી પક્ષ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે પણ એવો સૂર કાઢયો હતો કે બોલીવુડને કોઈ કયાંય ન લઈ જઈ શકે. દરમિયાન યોગી સરકારના મંત્રી મોહસીને પ્રતિક્રિયા આપી હતી કે યોગી સરકારના ફિલ્મ સીટી યુપીમાં લઈ જવાના નિર્ણયથી ઉદ્ધવ સરકાર પરેશાન છે. દરમિયાન ફિલ્મસીટીના ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) બનાવવા માટે એજન્સીએ 3 ડિસેમ્બર સુધીમાં આવેદન ઓથોરીટીએ માંગ્યા છે. 7 ડિસેમ્બરે ટેકનીકલ નિવિદા ખોલવામાં આવશે. યમુના ઓથોરીટી એરિયાનાં સેકટર 21માં 1 હજાર એકરમાં ફિલ્મ સીટી બનાવવામાં આવશે. ફિલ્મસીટીનું કામ આવતા વર્ષે મારા સુધીમાં કામ પુરું કરાશે.


Related News

Loading...
Advertisement