રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય ઠંડીનો અનુભવ

02 December 2020 01:01 PM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય ઠંડીનો અનુભવ

મોટાભાગના સ્થળોએ 15થી20 ડીગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયુ: નલીયા-ડીસામાં પણ તાપમાનનો પારો ઉંચકાયો

રાજકોટ તા.2
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેવા પામ્યુ હતું. મોટાભાગના સ્થળોએ 15થી20 ડીગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેતા લોકોએ સામાન્ય ઠંડી અનુભવી હતી. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 16.2 ડીગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 72 ટકા રહ્યો હતો. આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 17.4 ડીગ્રી, ડીસામાં 15.6 ડીગ્રી, વડોદરામાં 17.8 ડીગ્રી, સુરતમાં 20.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.


આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેશોદ ખાતે 17.3 ડીગ્રી, ભાવનગરમાં 18.6 ડીગ્રી, પોરબંદરમાં 18.8 ડીગ્રી, વેરાવળમાં 22.1 ડીગ્રી, દ્વારકામાં 21 ડીગ્રી, ઓખામાં 21.8 ડીગ્રી, ભુજમાં 18 ડીગ્રી, નલીયામાં 15.1 ડીગ્રી અને સુરેન્દ્રનગર ખાતે 18.2 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.જયારે ન્યુ કંડલા ખાતે 18 ડીગ્રી, કંડલા એરપોર્ટ પર 16.4 ડીગ્રી, અમરેલી ખાતે 19.8 ડીગ્રી, ગાંધીનગરમાં 14 ડીગ્રી, મહુવામાં 18.1 ડીગ્રી, દીવમાં 19.6 ડીગ્રી, વલસાડમાં 13 ડીગ્રી અને વલ્લભવિદ્યાનગર ખાતે 18 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.રાજયોમાં આજે સૌથી વધુ ઠંડી વલસાડ ખાતે નોંધાવા પામી હતી.


Related News

Loading...
Advertisement