અમેરિકન લોસ એન્જલસ નાઇટ રાઇડર્સનો માલિક બનતો શાહરૂખ

02 December 2020 12:46 PM
Entertainment Sports
  • અમેરિકન લોસ એન્જલસ નાઇટ
રાઇડર્સનો માલિક બનતો શાહરૂખ

ક્રિકેટની દુનિયામાં સામ્રાજ્ય વિસ્તાર્યુ

નવી દિલ્હી, તા. ર
બોલિવૂડનો કિંગ ખાન હવે ક્રિકેટની દુનિયામાં પણ પોતાનું સામ્રાજ્ય વધારતો જોવા મળે છે. શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી હવે અમેરિકાની ક્રિકેટ લીગમાં પણ રોકાણ કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગ પછી શાહરુખ ખાન અમેરિકામાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ ટીમનો માલિક બનશે.


અમેરિકામાં લોસ એન્જલસ ટીમની સાથે નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીના કરારની જાણકારી અમેરિકા ક્રિકેટ એન્ટરપ્રાઈઝએ આપી છે. અમેરિકામાં રોકાણ સાથે જ નાઈટ રાઈડર્સે દુનિયાના સૌથી મોટા મીડિયા માર્કેટમાં પગ રાખ્યો છે. અમેરિકન ટી20 લીગમાં છ ટીમ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી, શિકાગો, ડલાસ અને લોસ એન્જલસ હશે. આ ટૂર્નામેન્ટ 2022માં શરુ થશે.


એક વર્ષ પહેલા ગત વર્ષે નાઈટ રાઈડર્સના સીઈઓ વેન્કી મૈસૂરે જણાવ્યું હતું કે દુનિયાના તમામ સપોર્ટિંગ લીગ્સમાં રોકાણ કરવાની પ્રપોઝલ મળી રહે છે. મૈસૂરે ક્રિકબઝને કહ્યું કે,’અમેરિકા દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે. જેમાંથી અમને બિલકુલ અલગ જ તક મળશે. અમને લાગે છે કે અમેરિકામાં ક્રિકેટ માટે એક સારુ માર્કેટ છે. અમેરિકામાં એવી બ્રાન્ડ્સ છે. જે ક્રિકેટને પોતાની જાહેરાતના પ્લેટફોર્મની જેમ જુવે છે.’


Related News

Loading...
Advertisement