વિરાટની મદદથી પ્રેગ્નન્સીમાં શિર્ષાસન કરતી અનુષ્કા

02 December 2020 12:43 PM
Entertainment
  • વિરાટની મદદથી પ્રેગ્નન્સીમાં શિર્ષાસન કરતી અનુષ્કા

અનુષ્કા શર્મા હાલમાં જ તેના પતિ વિરાટ કોહલીની મદદથી યોગ કરતી જોવા મળી હતી. તે પ્રેગ્નન્ટ છે અને જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે. અનુષ્કાએ ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે કોહલીની મદદથી યોગ કરતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને અનુષ્કાએ કેપ્શન આપી હતી કે ‘હાથ નીચે અને પગ ઉપર રાખીને યોગ કરવા ખુબ જ મુશ્કેલ છે. તા. ક. યોગ મારી લાઇફનો ખુબ જ મહત્વનો પાર્ટ છે. પ્રેગ્નન્ટ હોવા પહેલાં હું જે પણ યોગ કરતી એ હુું હજી પણ કરી શકું છું એવું મારા ડોકટરે કહયું છે. ટિવસ્ટ અને એકદમ અચાનક બેન્ડ વળવાની તેમણે મને ના પાડી છે. જોકે હું જરૂરી સપોર્ટની સાથે થોડાઘણા યોગ કરી શકું છું. આ શીર્ષાસનને હું ઘણાં વર્ષોથી કરતી આવી છું પરંતુ અત્યારે કરવા માટે મેં દીવાલ અને મારા પતિનો સપોર્ટ લેવાનું નકકી કર્યુ હતુ. આ બધું મારા યોગ ટીચરની દેખરેખ હેઠળ થયું હતું જેઓ વર્ચ્યુઅલી મારીસાથે હતા. મને ખુશી છે કે પ્રેગ્નન્સીમાં પણ હું યોગ કરી શકું છું.’


Related News

Loading...
Advertisement