ગાયત્રી મંત્રનું અપમાન : સિદ્ધાર્થ રાંદેરીયા સામે કેસ-પગલાની માંગ

02 December 2020 12:17 PM
Entertainment Gujarat
  • ગાયત્રી મંત્રનું અપમાન : સિદ્ધાર્થ રાંદેરીયા સામે કેસ-પગલાની માંગ

બોટલમાંથી શરાબ ઠલવતો વિડીયો વાયરલ

નંદુરબાર, તા. ર
નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજરાતના હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.


ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાનો કોમેડી શો ગજ્જુભાઇ ગોલમાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેના ભાગો યુટ્યૂબ પર પણ પ્રસારિત થાય છે. એક દૃશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતી બતાવવામાં આવી છે.


એ જ સમયે, એક્ટર (સિદ્ધાર્થ રાંદેરિયા) તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. મંત્રો વિશે ઘણાં જોક્સ કરે છે. હકીકતમાં ગાયત્રી મંત્ર એ એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં તેનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. તેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ અને તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ.


Related News

Loading...
Advertisement