સીમલા તા.2
બોલીવુડના સ્ટાર અને ગુરૂદાસપુરના સાંસદ સન્ની દેઓલ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. છેલ્લા થોડા દિવસોથી કુલ્લુમાં શુટીંગ કરતા સન્ની દેઓલને સંક્રમણ થયાની માહિતી હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ આપી હતી. સન્ની તેની ટીમ સાથે મુંબઇ પરત ફરવાનો પ્લાન બનાવતા હતાં. તેવામાં ગઇકાલે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તાજેતરમાં ખભ્ભાની સર્જરી બાદ તેઓ મનાલી પાસે એક ફાર્મ હાઉસમાં રોકાયા હતા. હવે તેઓ કવોરન્ટાઇન થયા છે.