હેલ્લો: 12 મિનિટની અંદર મોદીને આવ્યા 3 ફોન: સાત વર્ષમાં પહેલી ઘટના !

02 December 2020 11:16 AM
India
  • હેલ્લો: 12 મિનિટની અંદર મોદીને આવ્યા 3 ફોન: સાત વર્ષમાં પહેલી ઘટના !

કાશીની મુલાકાત વેળાએ મોદી મોબાઈલ પર વાત કરવામાં વ્યસ્ત રહેતાં જબરી ચર્ચા : ત્રણેય ફોન પર વાત કરવા માટે વડાપ્રધાને લીધો 2.34 મિનિટનો સમય: પહેલી વખત જાહેરમાં વડાપ્રધાનને ફોન પર વાત કરતાં જોઈ દેશવાસીઓમાં કૂતુહલ: સહયોગીએ જેટલી વખત ફોન આપ્યો એટલી વખત મોદીએ વાત કરી: શું વાત કરી હશે? મુદ્દો ટોક ઓફ ધ ક્ધટ્રી

નવી દિલ્હી તા.2
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કાશીની મુલાકાત લીધી હતી. કાશી વિશ્ર્વનાથની પૂજા કર્યા બાદ તેમણે ગંગા ઘાટ પર દેવદિવાળી પણ મનાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન ફોન ઉપર વાતચીત કરતાં જોવા મળ્યા હતા અને તે પણ એક નહીં બલ્કે ત્રણ-ત્રણ વખત...છેલ્લા 24 કલાકથી વડાપ્રધાનના એ ત્રણ ફોન કોલ ચર્ચામાં છે કે આખરે વડાપ્રધાન કોની સાથે ફોન ઉપર વાતચીત કરી રહ્યા હતા ?


આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે દિલ્હીથી દુબઈ સુધી, વારાણસીથી વોશિંગ્ટન સુધી તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક અંદાજ જોયા હશે. તમે તેમને મોબાઈલ એપ લોન્ચ કરતાં જોયા હશે, વડાપ્રધાનને મોબાઈલથી સેલ્ફી લેતાં પણ જોયા હશે પરંતુ કોઈ સાર્વજનિક સ્થાન ઉપર વારંવાર મોબાઈલ ઉપર વાત કરતાં કદાચ પહેલી વખત જ લોકોએ તેમને જોયા હશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોબાઈલ વાત કરી રહ્યા છે તે માત્ર સમાચાર જ નહીં પરંતુ ચર્ચાનો પણ વિષય છે. આખરે આ વાતની આટલી ચર્ચા શા માટે ? ચર્ચા એટલા માટે કેમ કે દેશના મોટાભાગના લોકોએ પહેલી વખત મોદીને સાર્વજનિક સ્થળ ઉપર મોબાઈલ ઉપર વાત કરતાં જોયા છેે. સોમવારે દેવદિવાળી મનાવ્યા બાદ વડાપ્રધાન સંત રવિદાસ ઘાટ ગયા હતા અને ત્યાં તેમણે 11 મિનિટમાં ત્રણ વખત ફોન ઉપર વાતચીત કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંત રવિદાસ ઘાટની સીડી ચડી રહ્યા હતા એ સમયે પીળા કલરના સ્વેટરમાં દેખાઈ રહેલા તેમના એક સહયોગીએ પાછળથી આવીને વડાપ્રધાનને મોબાઈલ, આપ્યો હતો. વડાપ્રધાને ડાબા હાથથી મોબાઈલ લીધો અને સીડી ઉપર અટકીને જ તેમણે 10 સેક્ધડ સુધી વાતચીત કરી હતી. ફોન ઉપર વાત કર્યા બાદ વડાપ્રધાને પોતાના સહયોગીને ફોન પરત આપ્યો અને સીડી ચડવા લાગ્યા હતા.


આ ફોનની 44 સેક્ધડબાદ ફરીથી એ મોબાઈલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જરૂરી ફોન આવ્યો હતો. આ વખતે તેમના સહયોગી ફોન ઉપર વાત કરતાં વડાપ્રધાન તરફ આગળ વધ્યા હતા.વડાપ્રધાને પણ ફોન માટે હાથ આગળ વધાર્યો હતો કેમ કે તેમને ફોન અંગે પહેલાંથી જ જાણકારી હતી. સહયોગીેએ આ વખતે બાજુમાં આવીને વડાપ્રધાનને ફોન આપ્યો હતો. આ પછી મોદી ફોન ઉપર વાત કરવા લાગ્યા અને સહયોગી સીડી પર ચડીને આગળ ચાલ્યો ગયો. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાનથી થોડા અંતરે ઉભા હતા. વડાપ્રધાને બીજા ફોન પર લગભગ 24 સેક્ધડ સુધી વાત કરી હતી. 24 સેક્ધડ સુધી ફોન પર વાત કર્યા બાદ મોદીએ ફોન પરત આપીને સીડી ચડવા લાગ્યા હતા.


ત્યારબાદ વડાપ્રધાન સંત રવિદાસ ઘાટ પર આવેલા સંત રવિદાસ પાર્ક પહોંચ્યા જ્યાં તેમણે સંત રવિદાસની મૂર્તિ પર ફુલહાર કર્યા હતા. સંતને નમન કરીને વડાપ્રધાને સંત રવિદાસ પાર્કથી નીકળવાનું હતું. આ દરમિયાન બીજા ફોનની લગભગ 7 મિનિટ 18 સેક્ધડ બાદ વડાપ્રધાને ત્રીજો ફોન એટેન્ડ કર્યો હતો. વડાપ્રધાનના સહયોગીએ આ વખતે તેમને સામેથી આવીને તેમનો ફોન આપ્યો અને વાત કરવાનો ઈશારો કર્યો હતો. સહયોગી મોદીને એવું જણાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તેઓ ક્યાં ઉભા રહીને વાત કરી શકે છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાનથી થોડા જ દૂર ઉભા હતા.


થોડે જ દૂર વડાપ્રધાનની ગાડી પણ જોવા મળી હતી જેમાં બેસીને તેઓએ નીકળવાનું હતું પરંતુ આ વખતે વાત કંઈક મહત્ત્વપૂર્ણ હતી કેમ કે વડાપ્રધાને બે મિનિય કરતાં વધુ સમય સુધી ત્રીજા ફોન ઉપર વાત કરી હતી.


ત્યારબાદ મોદી સંત રવિદાસ પાર્કથી સારનાથ તરફ નીકળ્યા હતા. વડાપ્રધાને ફોન ઉપર શું વાત કરી ? કોની સાથે વાત કરી ? કયા મુદ્દે વાત કરી તે અંગે તો કોઈ જાણકારી બહાર આવી નથી પરંતુ વાત અત્યંત મહત્ત્વની હોય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે સામાન્ય રીતે વડાપ્રધાન સાર્વજનિક સ્થાનો ઉપર કોઈ પણ કાર્યક્રમ દરમિયાન મોબાઈલ અને ફોન કોલથી દૂર જ રહે છે.


Related News

Loading...
Advertisement