કોરોના વેકસીન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું

01 December 2020 09:54 PM
Gujarat
  • કોરોના વેકસીન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું

રાજકોટ, તા. 1
ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. આજે પણ 1400થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આ વાયરસ સામે લડવા લોકો વેકસીનની રાહ જોઇ રહ્યા છે. લોકોના મનમાં પ્રશ્ન છે કે આ વેકસીન આવ્યે તેનું વિતરણ કેવી રીતે થશે? વેકસીન કઇ રીતે આપવામાં આવશે ? ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજયમાં વેકસીનના અસરકારક ડિસ્ટ્રીબ્યુશન અંગે સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.

વિજયભાઇએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં જનતાના સહકારથી સંક્રમણને નિયંત્રીત રાખવામાં સફળ રહ્યા છીએ. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે રાજય સરકાર સતત ચિંતા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સામે રક્ષણ માટે વેકસીન ઝડપથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વેકસીનના અસરકારક વિતરણ અંગે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે અને જરૂરીયાતમંદો સુધી રસી પહોંચે તે દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યના શહેરો વિશ્ર્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે સરકારે શહેરોના સર્વાંગી વિકાસ પાયાની માળખાગત સુવિધાઓ ઉભી કરી છે. સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીએ આજે ગાંધીનગરથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા 344.45 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ કરાવ્યો હતો. જેમાં જન સુખાકારી અને જન સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ અને અન્ય વિકાસના કામો તેમજ પ્રધાનમંત્રી આવાસના કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ કોન્ફરન્સથી સંબોધન કરતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાએ હરણફાળ વિકાસ કર્યો છે. તેમણે મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


Related News

Loading...
Advertisement