ગુજરાતમાં આજે કોરોનાના ૧૪૦૦થી વધુ કેસ, અત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ દર્દીનો વાયરસે ભોગ લીધો

01 December 2020 09:03 PM
Gujarat
  • ગુજરાતમાં આજે કોરોનાના ૧૪૦૦થી વધુ કેસ, અત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ દર્દીનો વાયરસે ભોગ લીધો

છેલ્લા ૨૪ કલામાં ૧૫ દર્દીના મોત, ૧૫૦૦થી વધુ દર્દી સાજા થયા : કુલ પોઝીટીવ કેસનો આંક ૨૧૧૨૫૭ પર પહોંચ્યો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ભયાનક છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ લોકોનો વાયરસે ભોગ લીધો છે. આજે કોરોનાના ૧૪૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૫૦૦થી વધુ દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૪૭૭ કેસ નોંધાયા છે અને ૧૫ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૧૫૪૭ દર્દીઓ સાજા થયા છે. રાજયમાં હાલ કુલ ૮૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૧૪૮૦૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક ૪૦૦૪ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨૧૧૨૫૭ પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ ૩૩૨
સુરત ૨૬૪
વડોદરા ૧૮૧
રાજકોટ ૧૬૦
મહેસાણા ૬૭
ગાંધીનગર ૬૪
ખેડા ૪૮
જામનગર ૩૬
બનાસકાંઠા ર૯
અમરેલી ર૮
કચ્છ ૨૩
જૂનાગઢ ૨૨
મહિસાગર ૨૧
મોરબી ૨૧
પંચમહાલ ૨૧
સાબરકાંઠા ૧૯
ભાવનગર ૧૯
દાહોદ ૧૮
આણંદ ૧૬
પાટણ ૧૪
ભરૂચ ૧૩
સુરેન્દ્રનગર ૧૨
નર્મદા ૧૧
અરવલ્લી ૭
ગીર સોમનાથ ૭
છોટા ઉદેપુર ૫
નવસારી પ
દેવભૂમિ દ્વારકા ૪
તાપી ૪
બોટાદ ૨
પોરબંદર ૨
વલસાડ ર.


Related News

Loading...
Advertisement