અભયભાઈની ચેન્નાઈમાં ચાલતી ફેફસાની સારવાર દરમ્યાન હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો, સાંજે ૫ વાગ્યે લીધા અંતિમ શ્વાસ

01 December 2020 06:40 PM
Rajkot Gujarat
  • અભયભાઈની ચેન્નાઈમાં ચાલતી ફેફસાની સારવાર દરમ્યાન હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો, સાંજે ૫ વાગ્યે લીધા અંતિમ શ્વાસ
  • અભયભાઈની ચેન્નાઈમાં ચાલતી ફેફસાની સારવાર દરમ્યાન હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો, સાંજે ૫ વાગ્યે લીધા અંતિમ શ્વાસ
  • અભયભાઈની ચેન્નાઈમાં ચાલતી ફેફસાની સારવાર દરમ્યાન હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો, સાંજે ૫ વાગ્યે લીધા અંતિમ શ્વાસ
  • અભયભાઈની ચેન્નાઈમાં ચાલતી ફેફસાની સારવાર દરમ્યાન હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો, સાંજે ૫ વાગ્યે લીધા અંતિમ શ્વાસ
  • અભયભાઈની ચેન્નાઈમાં ચાલતી ફેફસાની સારવાર દરમ્યાન હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો, સાંજે ૫ વાગ્યે લીધા અંતિમ શ્વાસ

પોતાના જીવનકાળમાં તેમના અનુભવ અને પ્રખર ધારાશાસ્ત્રી રહી ૨૫૦થી વધુ વકીલો તેમને તૈયાર કર્યા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવારથી આત્મીય નાતો ધરાવતા


રાજકોટઃ
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને રાજકોટના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું આજરોજ ચેન્નઈ ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી છે. અભયભાઈને આજે બપોરે કાર્ડિયાક એટેક આવ્યો હતો. તબીબોએ પૂરતા પ્રયાસ કર્યા હતા પરંતુ હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો. ૬૬ વર્ષીય અભયભાઈએ આજે સાંજે ૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નાના ભાઈ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સાથેની વાતચીતમાં સાંજ સમાચારે ભારદ્વાજ પરિવારને સાંત્વના આપી હતી.

૩૧ ઓગસ્ટ ના રોજ અભયભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૫ સપ્ટેમ્બર ના રોજ તેમની તબિયત લથડતા વેન્ટિલેટર પર રખાયા હતા. રાજકોટ સિવિલમાં ૪૦ દિવસ સારવાર લીધા બાદ તેમને ચેન્નાઇ એર લિફ્ટ કરાયા હતા. ચેન્નાઇની એમ.જી.એમ હોસ્પિટલમાં ફેફસાના નિષ્ણાંત ડો.બાલા કૃષ્ણન તેઓની સારવાર કરી રહ્યા હતા. પરંતુ ૯૩ દિવસની કોરોનાની સારવાર કારગત ન નીવડી અને આજે અંતિમ શ્વાસ લીધા હતા.

અભયભાઈ સિનિયર અને ખ્યાતનામ વકીલ સાથે બ્રહ્મ અગ્રણી અને હાલમાં જ ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પરિવાર સાથે અભયભાઈનો આત્મીય નાતો હતો. મુખ્યમંત્રી ને અભયભાઈ પોતાના સારા મિત્ર ગણાવતા હતા. અને તેઓએ સાથે અભ્યાસ પણ કર્યો હતો.

વડાપ્રધાનનું ટ્વીટ, શ્રદ્ધાંજલિ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તેમના અવસાન અંગે જાણકારી આપી હતી અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. પીએમ એ ટ્વિટમાં કહ્યું કે, ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર મન ગુમાવી દીધું છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેના પરિવાર અને મિત્રોને સંવેદના. ઓમ શાંતિ.

અભયભાઈનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં થયો, રાજકોટને કર્મભૂમિ બનાવી

અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ ૨ એપ્રીલ ૧૯૫૪ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના કંપાલા શહેરમાં થયો હતો. યુગાન્ડા સરકારે અભયભાઈને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. એસએસસી ભારતમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કર્યો હતો પણ સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં. બાદમાં રાજકોટને કર્મભૂમિ બનાવી ૧૯૭૭થી જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા હતા. ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા બાદમાં ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી રહ્યા હતા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ ભાજપ સંગઠનમાં અનેક પદો પર રહ્યા હતા અને તા.૨૨ જુલાઈ ૨૦૨૦ ના રોજ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા.

ધારાશાસ્ત્રી તરીકે અને ચર્ચાસ્પદ કેસો લડ્યા

ગુજરાતના અનેક ચર્ચાસ્પદ કેસો લડી અભય ભારદ્વાજ પ્રખર ધારાશાસ્ત્રી તરીકે જાણીતા થયા હતા. તેઓ ૨૦૦૨ના રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી કેસમાં આરોપીઓના વકીલ હતા. નિવૃત IAS પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તે વકીલ હતા. જુલાઇ ૨૦૧૯માં ગુજરાત સરકારે તેમણે અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા. પોતાના જીવનકાળમાં તેમના અનુભવ અને પ્રખર ધારાશાસ્ત્રી રહી ૨૫૦થી વધુ વકીલો તેમને તૈયાર કર્યા જેને લઈ વકીલ જગતમાં પણ શોકની લાગણી વ્યાપી છે.


Related News

Loading...
Advertisement