રાજકોટ-સિકંદરાબાદ વચ્ચેની ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન 31 ડિસે. સુધી લંબાવાઈ

01 December 2020 06:16 PM
Rajkot
  • રાજકોટ-સિકંદરાબાદ વચ્ચેની ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન 31 ડિસે. સુધી લંબાવાઈ

ટિકીટોનું એડવાન્સ બુકીંગ આવતીકાલથી શરૂ

રાજકોટ તા.1
રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે રાજકોટથી સિકંદરાબાદ વચ્ચે ચાલતી ત્રિ-સાપ્તાહિક એકસપ્રેસ સ્પેશ્યલ ટ્રેન ને 31 ડિસેમ્બર 2020 સુધી ખાસ ભાડા અને સંશોધીત સમય સાથે સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશ્યલની જેમ વિસ્તારીત કરાઈ છે. જેની વિગત આ પ્રમાણે છે.

રાજકોટ-સિકંદરા એકસપ્રેસ ટ્રેન દર સોમવાર, બુધવાર અને ગુરુવારે રાજકોટથી સવારે 5.30 વાગ્યે ઉપડીને સિકંદરાબાદ પછીના દિવસે સવારે 8.10 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 3 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ જ રીતે પરત યાત્રામાં સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન સિકંદરાબાદથી દર સોમ, મંગળ, શનિવારે બપોરે 15.00 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાજકોટ સાંજે 17.50 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 1 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે. યાત્રા દરમિયાન આ ટ્રેન બન્ને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, નડીયાદ, વસઈ રોડ, પુણે, સેરમ, તાંડૂર, બેગમપેટ વગેરે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સંપર્ણપણે આરક્ષિત રહેશે. રિઝર્વેશન નોમીનેટેડ પી.આર.એસ. કાઉન્ટરો અને આઈ.આર.સી.ટી.સી. વેબસાઈટ પર તા.2 ડિસેમ્બરથી શરૂ થશે અને એડવાન્સ રિઝર્વેશનનો સમય 10


Related News

Loading...
Advertisement