એકટર-એન્કર-સિંગર આદિત્ય નારાયણ આજે શ્ર્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે

01 December 2020 06:13 PM
Entertainment Top News
  • એકટર-એન્કર-સિંગર આદિત્ય નારાયણ આજે શ્ર્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે

11 વર્ષ ડેટીંગ કર્યા બાદ આદિત્ય શ્ર્વેતા અગ્રવાલ સાથે પ્રભુતામાં પગલા પાડશે

મુંબઈ તા.1
બોલીવુડના ગાયક, એકટર, એન્કર આદીત્ય નારાયણ આજે શ્ર્વેતા અગ્રવાલ સાથે પ્રભુતામાં પગલાં પાડશે. ગત તા.3 નવેમ્બરના રોજ આદીત્ય નારાયણે જાહેરાત કરી હતી કે 11 વર્ષથી જેની સાથે તે ડેટીંગ કરી રહ્યો છે તે શ્ર્વેતા અગ્રવાલ સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવાનો છે.


ઉલ્લેખનીય છે કે બન્ને વર્ષ 2010માં ફિલ્મ ‘શાપિત’ના સેટ પર પ્રથમવાર મળ્યા હતા. જે હવે આજે લગ્નના બંધને બંધાઈ રહ્યા છે. આદિત્ય નારાયણના પાર્શ્ર્વગાયક પિતા ઉદિત નારાયણે જણાવ્યું હતું કે રવિવારે મહેંદીની વિધિ થઈ હતી. જેમાં આદિત્ય તેના કેટલાક મિત્રો હાજર રહ્યા હતા. આ તકે મેં મહેંદી લગા કે રખના, બોલે ચુડીયા જેવા ગીતો ગાયા હતા! આજે હલ્દી સેરમની યોજાશે. જયારે લગ્ન નાના મંદિરે 50 લોકોની હાજરીમાં યોજાશે. ત્યારબાદ રિસેપ્શન યોજાશે.


ઉદીત નારાયણે જણાવ્યું હતું કે પુત્રના લગ્નમાં મેં વડાપ્રધાન મોદી, અમિતાભ બચ્ચનજી, શત્રુઘ્નસિંહાજી, ધર્મેન્દ્રજી, રણવીરસિંહ, દીપિકા પદુકોણ અને માધુરી દીક્ષિતને નિમંત્ર્યા છે, જો કે વધતા જતા કોરોનાને કારણે તેઓ હાજર રહેશે કે કેમ? તેની મને ખબર નથી. ઉદીતે પુત્રવધુ શ્ર્વેતાના વખાણ કરતા કહ્યું હતું કે તે સંસ્કારી અને સંભાળ રાખનારી છોકરી છે.


Related News

Loading...
Advertisement