રાજકોટ તા 1
શહેરના માયાણી ચોક પાસે આવેલા ચામુંડાનગરમાં રહેતા માતા-પુત્ર પર પાડોશી દંપતીએ પાઇપ વડે હુમલો કર્યો હતો.જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલાની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ચામુંડાનગર શેરી ન.1 માં રહેતા દિપક દિનેશભાઇ સૌંદરવા (ઉ.વ 25) તથા તેના માતા સવિતાબેન (ઉ.વ 45) પર પાડોશમાં રહેતા પ્રતાપ સોલંકી અને તેની પત્ની કમલાબેનએ મળી બંને સાથે ઝઘડો કરી પાઇપ અને સળીયા વડે મારમારતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દિવાળીના દિવસે દિપક ફટાકડા ફોડતો હોઈ ત્યારે પડોશીએ ગાળો આપતા આ મામલે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી આજરોજ સવારના દિપક દૂધ લેવા જતો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.