સાવધાન ! તમારી એક ભૂલને કારણે માતા-પિતાને ફટકારાશે આવકવેરાની નોટિસ

01 December 2020 06:09 PM
India
  • સાવધાન ! તમારી એક ભૂલને કારણે માતા-પિતાને ફટકારાશે આવકવેરાની નોટિસ

નવીદિલ્હી, તા.1
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31 ડિસેમ્બર-2020 સુધી લંબાવવામાં આવી છે. આ લંબાણનો મતલબ કરદાતાઓ પાસે આજે પણ ટેક્સ બચાવવાની તક છે તેવો કાઢી શકાય છે. જો કે તેના ચક્કરમાં કરવામાં આવેલી એક નાની અમથી ભૂલને કારણે આવકવેરા વિભાગ તમારા માતા-પિતાને નોટિસ ફટકારી શકે છે.


આવકવેરા કાયદા હેઠળ જો કોઈ નોકરીયાત કરદાતા પોતાના માતા-પિતાના ઘરમાં ભાડેથી રહે છે તો તેના માટે એચઆરએ હાઉસ રેન્ટ અલાઉન્સ ઉપર ટેક્સ છૂટનો ફાયદો આપવામાં આવે છે. ધ્યાન આપનારી વાત એ છે કે જો તમે તમારા માતા-પિતાનું ઈન્કમટેક્સ રિર્ટન ફાઈલ કરો છો તો તેમાં ભાડાથી થયેલી આવકનો ઉલ્લેખ કરવો પડશે અને જો તેમ કરવામાં નહીં આવે તો આવકવેરા વિભાગ નોટિસ ફટકારી શકે છે.


આઈટીઆરમાં ભાડાની રસીદ દ્વારા કર ચૂકવણું ઘટાડવા પર આઈટીઆર પ્રોસેસિંગ બાદ ટેક્સ રિફંડ આવવામાં અંદાજે એક મહિનાનો સમય લાગે છે. વિભાગ તરફથી મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં કરદાતાઓ પાસેથી બાગી લેણું તેમજ તેના બેન્ક ખાતા અને રિફંડમાં કોઈ પ્રકારના અંતર અંગે જાણકારી માગવામાં આવે છે. આ અંગેની જાણકારી સમયસર નહીં આપવામાં આવે તો રિફંડ ચૂકવણું વિલંબિત થઈ શકે છે.


આવકવેરા કાયદાની કલમ-10 (13) હેઠળ અમુક મર્યાદામાં એચઆરએ પર ટેક્સ છૂટ લઈ શકાય છે. એચઆરએ હેઠળ મળનારી રકમ પર ટેક્સ છૂટનો દાવો એ જ નોકરિયાત કરદાતા કરી શકે છે જેના પગારમાં એચઆરએ સામેલ હશે અને તે ભાડાના મકાનમાં રહેતો હોય. પગારદાર કરદાતાઓએ દર વર્ષે કંપની તરફથી જણાવવામાં આવેલા સમયની અંદર ભાડાની રસિદ આપવાની હોય છે.


ભાડાની રસિદ નહીં આપ્યા બાદ ટેક્સ છૂટનો દાવો કરવા માટે કરદાતાએ આઈટીઆર ફાઈલ કરતી વખતે કંપની તરફથી મળનારા એચઆરે પર છૂટની રકમની ગણતરી કરવાની રહેશે. આ પછી ખબર પડશે કે તમારી કંપની વધુ ટેક્સ કાપી રહી છે તો એવામાં તમે રિફંડનો દાવો કરી શકશો. જો કે દાવા કરતી વખતે ધ્યાન રાખવું પડશે કે તમારી પાસે ભાડાની રસિદ હોવી જોઈએ. જો ઘરનું ભાડું વર્ષે એક લાખથી વધુ થવા જાય છે તો મકાનમાલિકનો પાન નંબર પણ આપવાનો રહેશે.


Related News

Loading...
Advertisement