દિલ્હી 71 વર્ષ બાદ નવેમ્બરમાં ઠંડુગાર: સરેરાશ 12.9 ડિગ્રી તાપમાન રહ્યું

01 December 2020 06:06 PM
India
  • દિલ્હી 71 વર્ષ બાદ નવેમ્બરમાં ઠંડુગાર: સરેરાશ 12.9 ડિગ્રી તાપમાન રહ્યું

આઈએમડીએ ડેટા જાહેર કર્યો

નવી દિલ્હી તા.1
છેલ્લા 71 વર્ષના પ્રથમ વાર દિલ્હીમાં નવેમ્બર મહિનો સૌથી ઠંડો રહ્યો હતો. આઈએમડી (ઈન્ડીયન મિટિયોરોજીકલ ડિપાર્ટમેન્ટ) એ જણાવ્યું છે.આઈએમડીના ડેટા અનુસાર 1962માં ઓકટોબરમાં નીચું તાપમાન 16.9 ડીગ્રી સેલ્સીયસ હતું. જયારે નવેમ્બર 2020 દિલ્હીમાં 71 વર્ષમાં સૌથી વધુ ઠંડો રહ્યો હતા. વૈશ્વિક વાતાવરણમાં ફેરફાર જેમકે લા નીના, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરી, સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ, વાદળોની ગેરહાજરી સહિતની ઘટનાઓને કારણે દિલ્હીમાં લઘુતમ 10.2 ડીગ્રી તાપમાન રહ્યું હતુ. એટલે આ વર્ષે દિલ્હીમાં લઘુતમ તાપમાન આશરે 12.9 ડીગ્રી રહ્યું હતું તેમ આઈએમડીએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement