કોરોના રીકવરી રેટમાં ગુજરાત પટકાયું : ટોપ 10માં સ્થાન નહીં

01 December 2020 06:05 PM
Ahmedabad Gujarat
  • કોરોના રીકવરી રેટમાં ગુજરાત પટકાયું : ટોપ 10માં સ્થાન નહીં

રીકવરી રેટમાં આસામ અને આંધ્રપ્રદેશ ટોપ પર, ગુજરાત 16 રાજયમાંથી 13માં સ્થાને

રાજકોટ તા. 1
કોરોના રીકવરી રેટ મામલે ગુજરાત પટકાયુ છે. ટોપ 10માં પણ ગુજરાતનું સ્થાન આવ્યુ નથી. આ યાદીમાં આસામ અને આંધ્રપ્રદેશ ટોપ પર છે. જયારે 16 રાજયોમાંથી ગુજરાત 13માં સ્થાને છે. છેલ્લા એક માસમાં 2 લાખથી વધુ કોરોના કેસ ધરાવતા 16 રાજયમાં ગુજરાતના રીકવરી રેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. 1 નવેમ્બરના રોજ ગુજરાત રીકવરી રેટ મામલે 90.5 ટકા સાથે 11માં સ્થાને હતુ. નવેમ્બરના 15 દીવસ સુધી ગુજરાતમાં રીકવર રેટ સતત વધતો ગયો હતો. અને ત્યારબાદ ઘટાડો નોંધાયો છે. 15 નવેમ્બરે 91.3 ટકા રીકવરી રેટ હતો જયારે 30 નવેમ્બરે 91 ટકા રીકવરી રેટ છે. જયારે બિહાર, તામિલનાડુ, આસામ, આંધ્રપ્રદેશના રીકવરી રેટમાં સતત વધારો નોંધાઇ રહયો છે.


Related News

Loading...
Advertisement