ફોર્મ્યુલા વન રેસીંગના ચેમ્પિયન હેમિલ્ટન કોરોનાગ્રસ્ત: ટૂર્નામેન્ટમાંથી બહાર

01 December 2020 05:59 PM
World
  • ફોર્મ્યુલા વન રેસીંગના ચેમ્પિયન હેમિલ્ટન કોરોનાગ્રસ્ત: ટૂર્નામેન્ટમાંથી બહાર

નવીદિલ્હી, તા.1
મર્સીડીઝ-એએમજી પેટ્રોનાસ ફોર્મ્યુલા વન ટીમના જણાવ્યા મુજબ સાત વખતના વર્લ્ડ ચેમ્પિયન લુઈસ હેમિલ્ટન કોરોના વાયરસ પોઝિટીવ આવતાં આ સપ્તાહના અંતમાં શરૂ થનારી શકહીર ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા વન રેસમાં ભાગ લઈ શકશે નહીં. ટીમને નિવેદન જારી કરતાં કહ્યું છે કે પાછલા સપ્તાહે ત્રણ વખત લુઈસ હેમિલ્ટનનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનું દર વખતે પરિણામ નેગેટિવ આવ્યું હતું. જો કે ગત સોમવારે સવારે જ્યારે તેઓ જાગ્યા તો તેમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે બહેરીનમાં આવતાં પહેલાં તેમના સંપર્કમાં આવેલી એક વ્યક્તિ પોઝિટીવ આવી હતી. આ પછી લૂઈસે ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો હતો. બીજી વખત કરાયેલા ટેસ્ટીંગમાં આ અંગેની સ્પષ્ટતા કરાઈ હતી. હેમિલ્ટને હવે બહેરીનના સ્વાસ્થ્ય નિયમો અનુસાર ક્વોરેન્ટાઈન પીરિયડમાંથી પસાર થવું પડશે. બહેરીનના શકહીરમાં રવિવારે યોજાનારી રેસ બાદ સીઝનની અંતિમ રેસ અબુધાબીમાં થશે.


Related News

Loading...
Advertisement