રાજકોટ તા. 1
કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ સરકાર દ્વારા રાજકોટ સહીત 4 મહાનગરોમાં રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. રાત્રી કર્ફયુની અમલવારીને 10 દીવસ બાદ પણ રાજકોટમાં રાત્રીના કેટલાક લોકો નીયમોનો ભંગ કરી લટાર મારવા નીકળી પડતા હોય છે. તો કેટલાક માસ્ક વગર તથા વાહનમાં નીયમ વિરુધ્ધ વધુ સંખ્યામાં સવારી સાથે નીકળતા હોય છે. તેની સામે પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહી છે. દરમ્યાન સોમવાર રાત્રીના શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના અલગ અલગ 134 કેસ કરવામાં આવ્યા છે. જેમાં રાત્રીના અત્યંત જરુરી કામ વીના બહાર નીકળનાર વાહનોમાં નીયમ વિરુધ્ધ સવારી કરનાર તથા માસ્ક ન પહેરનાર સહીતનાનો સમાવેશ થાય છે.