રાજ્યના શહેરો વિશ્વના આધુનિક સીટીની સમકક્ષ : વડોદરામાં 345 કરોડના કામો શરૂ

01 December 2020 05:52 PM
Gujarat
  • રાજ્યના શહેરો વિશ્વના આધુનિક સીટીની સમકક્ષ : વડોદરામાં 345 કરોડના કામો શરૂ
  • રાજ્યના શહેરો વિશ્વના આધુનિક સીટીની સમકક્ષ : વડોદરામાં 345 કરોડના કામો શરૂ
  • રાજ્યના શહેરો વિશ્વના આધુનિક સીટીની સમકક્ષ : વડોદરામાં 345 કરોડના કામો શરૂ

મહાપાલિકા દ્વારા જન સુખાકારી માટેના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર, તા.1
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે રૂા. 15 હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની જનસુખાકારી અને જનસુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓ સાથે અન્ય વિકાસના કામો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના રૂા. 344.45કરોડના ખર્ચે વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરાથી જોડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા કાળમાં જનતા-જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ. કોરોના સંક્રમિતોને સારામાં સારી સારવાર મળી રહે તેની રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશમાં કોરોના સામે રક્ષણ માટે ઝડપથી વેક્સિન પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાત પણ કોરોના વેક્સિનના અસરકારક ડીસ્ટ્રીબ્યુશન માટે ધ્યાન કેન્દ્રિત કરી જરૂરિયાતમંદો સુધી વેક્સિન પહોંચે તે દિશામાં આયોજનબધ્ધ રીતે આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં વિકાસ કામોમાં અનેક અવરોધો-રૂકાવટો આવતી હતી. પરંતુ પ્રવર્તમાન શાસનમાં પ્રજાના પરસેવાના એક એક પૈસાનો સદઉપયોગ થઇ રહ્યો છે, એટલું જ નહીં ભૂતકાળના શાસનમાં ખાતમુહૂર્તના નામે પથરા મુકાતા, પરંતુ વિકાસ કામો આગળ વધતા નહોતા. અમારી સરકાર જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું સમયબધ્ધ રીતે આયોજન કરી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરી તેનું ઉદઘાટના પણ અમે કરીએ છીએ.

મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે માત્ર વિકાસ એજ આપણો ધ્યેય મંત્ર સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, સીમાબેન મોહિલે, પૂર્વમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત નગરસેવકો હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement