ગુજરાતના રાજ્યસભા સાંસદ, રાજકોટના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું નિધન

01 December 2020 05:41 PM
Rajkot Gujarat
  • ગુજરાતના રાજ્યસભા સાંસદ, રાજકોટના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું નિધન
  • ગુજરાતના રાજ્યસભા સાંસદ, રાજકોટના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખની લાગણી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ
ભાજપના રાજ્યસભાના સાંસદ અને રાજકોટના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું નિધન થયું છે. તેમના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

તેઓ કોરોના સંક્રમિત થયા બાદ પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બાદમાં તેઓને એર એમ્બ્યુલન્સ મારફત ચેન્નઈ વધુ સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન તેમણે આજે બપોર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

અભય ભારદ્વાજ પ્રથમથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હતા, તેઓ ગુજરાતના સિનિયર એડવોકેટ હતા. સૌરાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય હતા. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાન સાથે પરશુરામ યુવા સંસ્થાના સ્થાપક પણ હતા.

ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યે પણ તેમના મૃત્યુ અંગે દિલસોજી પાઠવી છે. આમ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ એહમદ પટેલ પછી વધુ એક રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે.


Related News

Loading...
Advertisement