જીએસટી કલેકશન સતત બીજા મહિને 1 લાખ કરોડને પાર

01 December 2020 05:36 PM
India Top News
  • જીએસટી કલેકશન સતત બીજા મહિને 1 લાખ કરોડને પાર

પાટે ચડતી ભારતીય અર્થતંત્રની ગાડી

નવી દિલ્હી, તા.1
ભારતીય અર્થ વ્યવસ્થામાં ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે, મુજબ જીએસટી કલેકશન સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. નાણાં મંત્રાલયે જાહેર કરેલા આકડા અનુસાર નવેમ્બરમાં જીએસટી કલેકશન 1,04,963 કરોડ રૂપિયા રહ્યું છે. જીએસટીના આંકડા ઓકટોબરમાં 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યા હતા હવે નવેમ્બરમાં સતત બીજા મહિને આ આંકડો એક લાખ કરોડથી વધુ રહ્યો છે. અલબત્ત ઓકટોબરની તુલનામાં આ કલેકશન ઓછું છે. નાણાં મંત્રાલય અનુસાર સીજીએસટી 19,189 કરોડ રૂપિયા, એસજીએસટી 25,540 કરોડ રૂપિયા, આઇજીએસટી 51,992 કરોડ રૂપિયા અને ઉપકર 8,242 કરોડ રૂપિયા રહ્યા છે.


Related News

Loading...
Advertisement