રાજકોટને 20 કરોડનો હપ્તો આપતા ધનસુખ ભંડેરી: હજુ 75 ટકા આવશે

01 December 2020 05:36 PM
Rajkot
  • રાજકોટને 20 કરોડનો હપ્તો આપતા ધનસુખ ભંડેરી: હજુ 75 ટકા આવશે

નાણાં પંચની ગ્રાન્ટ આવવા લાગી

રાજકોટ, તા.1
રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાને વિકાસ કામો માટે અપાતી ગ્રાન્ટનો પુરવઠો ફાયનાન્સ બોર્ડ દ્વારા ચાલુ રાખવામાં આવ્યો છે. 15માં નાણાં પંચ દ્વારા ફાળવાતા ભંડોળ અંતર્ગત તાજેતરમાં 202 કરોડની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે. તે પૈકી રાજકોટ મહાનગર પાલિકાને પ્રથમ હપ્તા પેટે 20 કરોડ ચુકવી દેવાયા છે. સુરત માટે 65 કરોડ, વડોદરા માટે 26 કરોડ અને અમદાવાદ માટે 91 કરોડ ફાળવ્યાનું બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરીએ કહ્યું હતું. રાજકોટના પૂર્વ મેયરે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હજુ બાકીના 75 ટકા રકમનું ભંડોળ પણ તબકકાવાર ચૂકવવાનું ચાલુ રહેશે.


Related News

Loading...
Advertisement