રાજકોટ તા. 1 : ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પૂ.જશ ઝવેર પરિવારના શાસન ચંદ્રિકા તીર્થ સ્વરૂપા ગુરુણી મૈયા પૂ.હીરાબાઇ મ.ના સુશિષ્યા તપસ્વી રત્ના ઉત્સાહી પૂ.ભારતીબાઇ મ.સ., પ્રવચન પ્રભાવિક ડો.પૂ.સોનલબાઇ મ.સમીપે આજથી બરાબર એક વર્ષ પહેલાં તા. 01-12-19ના ઘાટકોપર હિંગવાલા જૈન સંઘના ઉપક્રમે પરમ શ્રધ્ધેય પૂ.ધીરગુરુદેવના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કરેલ એવા રાજકોટના રત્ન નૂતન દીક્ષિત પૂ.રત્નજયોતિજી મ.સ.ના સંયમ જીવનને આજે 1 વર્ષ પૂર્ણ થતાં રાજાવાડી સ્થા.જૈન સંઘનાં પ્રમુખ ચંદ્રકાંતભાઇ અજમેરા, રાજકોટના જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવીણભાઇ કોઠારી, હરેશભાઇ વોરા, ડોલરભાઇ કોઠારી, મનોજ ડેલીવાળાએ અનુમોદના વ્યકત કરી છે.