ફીઝીયોથેરાપી-નર્સિંગ સહિતની પેરા મેડીકલ કોલેજોની ખાલી બેઠકો માટે કાલથી બીજો પ્રવેશ રાઉન્ડ

01 December 2020 04:48 PM
Health
  • ફીઝીયોથેરાપી-નર્સિંગ સહિતની પેરા મેડીકલ કોલેજોની ખાલી બેઠકો માટે કાલથી બીજો પ્રવેશ રાઉન્ડ

11 હજાર બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ચોઇસ ફીલીંગ

રાજકોટ,તા. 1
રાજકોટ સહિત રાજ્યની ફીઝીયોથેરાપી નર્સિંગ સહિતની પેરા મેડીકલ કોલેજોની ખાલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે એડમીશન કમિટી દ્વારા આવતીકાલ તા. 2 ને બુધવારથી બીજો પ્રવેશ રાઉન્ડ શરુ કરવામાં આવનાર છે. જેમાં 11 હજાર બેઠકો પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ચોઇસ ફીલીંગ કરી શકશે.અહીં એ ઉલ્લેખનીય છે કે ફીઝીયોથેરાપી નર્સિંગ સહિતની પેરા મેડીકલ કોલેજોની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આ 9 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી.


પ્રથમ રાઉન્ડમાં કેટલીક કોલેજોને મંજૂરી ન મળી હોય આ કોલેજની બેઠકો સામેલ કરવામાં ન હતી. હવે આ નવી કોલેજોને મંજૂરી મળી ગયેલ હોય નવી-જૂની કોલેજોની 11 હજાર બેઠકો માટે ચોઇસ ફીલીંગની કાર્યવાહી આવતીકાલથી બીજા રાઉન્ડમાં શરુ થશે.પ્રથમ રાઉન્ડમાં 15,434 વિદ્યાર્થીઓને કોલેજોની ફાળવણી કરવામાં આવી હતી. જે બાદ રાજ્યની પેરા મેડીકલ કોલેજોની ખાલી રહેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આવતીકાલ તા. 2 થી બીજો રાઉન્ડ પ્રવેશ સમિતી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement