શિવસેનાના નેતાએ અઝાનની તુલના મહાઆરતી સાથે કરતા ભાજપના નેતાના વાક્પ્રહારો

01 December 2020 04:38 PM
India Politics
  • શિવસેનાના નેતાએ અઝાનની તુલના મહાઆરતી સાથે કરતા ભાજપના નેતાના વાક્પ્રહારો

જે પાર્ટીને રસ્તા પર નમાઝ પઢવા સામે વાંધો હતો તેને અઝાનથી આટલો પ્રેમ કેવી રીતે થયો : ભતકલકર

મુંબઇ, તા. 1
શિવસેનાના નેતાએ આજે અઝાનની તુલના મહાઆરતી સાથે કરતા તેના સાથી પક્ષોએ તો સમર્થન કર્યું છે પણ પૂર્વ સાથી પક્ષ ભાજપના નેતાએ આશ્ર્ચર્ય વ્યકત કરી શિવસેના પર વાક્પ્રહાર કર્યા છે. શિવસેના નેતા પાંડુરંગ સકપાલએ અઝાનની તુલના મહાઆરતી સાથે કરી છે. શિવસેનાના દક્ષિણ મુંબઇ વિભાગ પ્રમુખ પાંડુરંગ સપકાલ એ કહ્યું કે અજાન માત્ર 5 મિનિટની હોય છએ અને તે મહાઆરતી જેટલી જ મહત્વપૂર્ણ છે. જે શાંતિ અને પ્રેમનું પ્રતિક છે. શિવસેનાની સહયોગી પાર્ટી એ આ નિવેદનનું સમર્થન કર્યું. તો ભાજપના નેતા અતુલ ભતકલકરએ તેના પર આશ્ર્ચર્ય વ્યકત કરી કહ્યું કે બાલાસાહેબ ઠાકરેની જે પાર્ટીને રસ્તા પર નમાજ પઢવા પર વાંધો હતો, તેને અઝાનથી આટલો બધો પ્રેમ કેવી રીતે થઇ ગયો.


મીડિયા સાથે વાતચીતમાં સપકાલે અઝાનની ખાસિયતના વખાણ કરતાં કહ્યું કે ભગવદ ગીતા પાઠ હરિફાઇની જેમ અઝાન કોમ્પિટિશન કરવાની વાત કહી. તેમણે કહ્યું કે હું મુસ્લિમ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મુંબઇની એક એનજીઓ-માઇ ફાઉન્ડેશનને અઝાન કોમ્પિટિશન કરાવા પર વિચાર કરવાનું સૂચન આપ્યું છે.


તેમણે કહ્યું કે હું મરીન લાઇન પર મોટા કબ્રસ્તાનની બાજુમાં રહું છું. દરરોજ અઝાન સાંભળું છું. આ ખૂબ જ મોટી અદ્ભુત અને મનમોહક હોય છે. જે પણ એકવખત સાંભળે છે બીજી વખત માટે ઉત્સુકતાથી ઇંતજાર કરે છે. તેના પરથી અઝાનની હરિફાઇનો વિચાર આવ્યો.


મહાવિકાસ અઘાડીના સહયોગી દળ એનસીપી અને કોંગ્રેસે પાંડુરંગ સપકાલની વાતોનું સમર્થન કર્યું છે. એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યું કે ભગવદ ગીતા માટે તો આવી પ્રતિસ્પર્ધા મહારાષ્ટ્રમાં કેટલીય જગ્યા પર પહેલેથી જ થતી રહી છે. તેમાં મુસ્લિમ છોકરીઓ પણ પુરસ્કાર જીતતી રહી છે. પછી અઝાનની પ્રતિસ્પર્ધામાં શું ખોટું છે?


તો કોંગ્રેસના પ્રવકતા સચિન સાંવતે પણ કહ્યું છે કે જેના દિલોમાં નફરત છે તે કયારેય વ્યક્તિ અને ભગવાનની વચ્ચે સંવાદને સમજી શકતા નથી. આ એક સારી પહેલ છે તથા તેને પ્રોત્સાહિત કરવું જોઇએ.


Related News

Loading...
Advertisement