લ્યો બોલો, કેનેડાના પ્રમુખે હવે કૃષિ કાયદાનો વિરોધ કર્યો

01 December 2020 04:34 PM
World
  • લ્યો બોલો, કેનેડાના પ્રમુખે હવે કૃષિ કાયદાનો વિરોધ કર્યો

જસ્ટીન ટ્રુડોએ શિખ સમુદાયને ગુરૂનાનક જયંતિ અવસરે શુભેચ્છા આપી

નવી દિલ્હી તા. 1
ભારતની કેન્દ્ર સરકારે ઘડેલા નવા કૃષિ કાયદા વિરુધ્ધ કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડોએ પણ વિરોધ વ્યકત કર્યો હતો.સોમવારે ગુરુ પૂર્ણિમા અને ગુરુ નાનકદેવની જન્મ જયંતી નિમિતે શીખોને સંબોધીને કરેલા વિડીયો પ્રવચનમાં તેમણે કહયું કે ભારતમાં શીખો દ્વારા કરાઇ રહેલા આંદોલનના સમાચારોથી હું વ્યથીત છું. દેખાવો કરી રહેલા ખેડુતોના અધિકારોના રક્ષણ માટે કેનેડા સતત શીખ ખેડુતોની સાથે છે. તેમણે કહયું કે અમે શાંતીપુર્વ વાટાઘાટમાં વિશ્ર્વાસ ધરાવીએ છીએ અને ભારત સરકાર આ સમસ્યાનું શાંતીપુર્ણ નીરાકરણ લાવશે એવી અમને આશા છે.


અત્રે એ યાદ રહે કે 1980ના દાયકામાં ફાટી નીકળેલા ખાલિસ્તાનવાદી આતંકવાદનાં રચનારા કેનેડામાં વસતા હતા. કેનેડામાં અત્યારે પણ શીખોની મોટી વસ્તી છે. એટલે કેનેડાની સરકાર શીખોની ભેર ખેંચી રહી હતી. વાસ્તવમાં કેનેડાને ભારતની આંતરીક બાબત સાથે કશી લેવા દેવા નથી. આ તો બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના જેવી વાત હતી. ભારત સરકારે હજુ કેનેડાના પ્રતિભાવ વિશે કોઇ જાહેર નિવેદન કર્યુ નથી. કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરનારા જસ્ટિન ટ્રુડો પહેલા આંતરરાષ્ટ્રીય નેતા હતા.


Related News

Loading...
Advertisement