રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ર4 કલાકમાં ભૂકંપના 1પ આંચકા: 3.1ની તિવ્રતા : મોટા ધરતીકંપની શકયતા નહિ

01 December 2020 04:34 PM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ર4 કલાકમાં ભૂકંપના 1પ આંચકા: 3.1ની તિવ્રતા : મોટા ધરતીકંપની શકયતા નહિ

રાજ્યના સિસ્મોલોજી વિભાગની ચાંપતી નજર : અતિવૃષ્ટિથી આંચકા વધ્યા

ગાંધીનગર, તા. 1
રાજ્યમાં છુટા છવાયા ભૂકંપના નાના આંચકા હજુ પણ આવી શકે છે. પરંતુ મોટા કોઇ ભૂકંપની સંભાવના હાલના સંજોગોમાં નહીં હોવાનો સ્વીકાર રાજ્યના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ ના નિયામક ડો. સુમેર ચોપરાએ કર્યો છે. રાજયના સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી છુટાછવાયા ભૂકંપના નાના આંચકાઓ આવી રહ્યા છે. જોકે ચાલુ વર્ષ 2020માં સૌથી વધુ ભૂકંપના આંચકા જામનગર મા નોંધાયા છે. અને આવા અંદાજે 75 જેટલા નાના આંચકા આવ્યા હોવાનું સિસ્મોલોજી વિભાગે નોંધાયું છે.એટલું જ નહીં ભૂકંપના આંચકાઓ ની તીવ્રતા પણ ઓછી રહી છે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર ,તલાલા,અને પોરબંદરમાં આ વર્ષે સૌથી વધુ આંચકા નોંધાયા હોવાનો સ્વીકાર ડો. સુમેર ચોપરા ,(નિયામક જનરલ ,સિસ્મોલોજી ડીપાર્ચમેન્ટ) એ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સવાર થી આજ સવાર સુધીમા સૌરાષ્ટ્ર મા કુલ 15 જેટલા ભૂકંપ ના નાના નાના આંચકા આવ્યા છે. જેમા થી 3 આંચકા ની તીવ્રતા 3.1 થી 3.3સુધીની છે. જે સૌથી વધુ તીવ્રતા છે. જ્યારે બાકીના 4આંચકા ની તીવ્રતા 2 થી 2.9 ની વચ્ચે નોંધાઈ છે. અને બાકી ના આંચકાની તીવ્રતા 2. થી ઓછી હોવાનું સિસ્મોલોજી વિભાગે નોંધ્યું છે. વિભાગે નોંધ્યું છે. જોકે ચોમાસા ને કારણે આવેલા આંચકા તલાલા, જામનગર , ભાવનગર , પોરબંદર જેવા એરિયામા છેલ્લા દસ વર્ષથી આવે છે. જે આ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ એક પ્રણાલી રહી છે. કારણકે અતિવૃષ્ટી થઈ હોય ત્યારે આવા નાના ભૂકંપના આંચકા આવતા હોય છે. જે અમારી માન્યતા ને અભ્યાસ મુજબ આ નોર્મલ પ્રક્રિયા હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement