પ્રતિબંધ હોવા છતાં રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગ કર્યો: વરરાજાના પિતાની ધરપકડ કરતી પોલીસ

01 December 2020 03:40 PM
Rajkot Crime
  • પ્રતિબંધ હોવા છતાં રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગ કર્યો: વરરાજાના પિતાની ધરપકડ કરતી પોલીસ

રાત્રે 9 વાગ્યા બાદ હોટલ ખુલ્લી રાખનાર સંચાલક સામે ગુનો નોંધાયો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યું લાદી દીધો છે, હાલ લગ્નગાળાની સિઝન હોય, રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે તેમ છતાં રાજકોટમાં રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગ યોજાયો હોવાનો કીસ્સો સામે આવ્યો છે.

જે અંગે વરરાજાના પિતા સામે ગુનો નોંધી પોત માહિતી મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ, ટ્રાફિક બ્રિગેડના જયદિપ ચૌહાણ વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

આ દરમિયાન રાત્રી કફર્યુની અમલવારીને લઇ ટીમ ચેકીંગમાં હતી ત્યારે રાત્રે નવા નવેક વાગ્યા આસપાસ સાધુવાસવાણી રોડ, વિશ્વ કર્મા સોસાયટી શેરી નં.5 ખાતે લગ્ન પ્રસંગ થઇ રહ્યો હોવાની જાણ થતા ત્યાં તપાસ કરતા ગેલાભાઇ રાહાભાઇ કોહલાના ઘરે તેમના દીકરાનો લગ્નપ્રસંગ ચાલુ હતો જેથી ગેલાભાઇની અટકાયત કરી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

યુનિ. પોલીસે ચેકીંગ દરમિયાન સાધુ વાસવાણી રોડ પર ગુરૂનાનક પંજાબી હોટલ રાત્રી કફર્યુ દરમિયાન ખુલી હોવાનું જણાતા તેના સંચાલક મુકેશસિંઘ ભગતસિંઘ ડાંગી (ઉ.વ. 38, રહે. રેલનગર, રામ પાર્ક)ની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો. આ સિવાય રાત્રી કફર્યુમાં બિનજરૂરી કામ વગર બહાર નીકળતા કુલ 30 લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement