કોરોના વચ્ચે જાપાનમાં ‘બર્ડ ફલુ’નો કહેર: 18 લાખ મુર્ગીઓ મારી નંખાશે

01 December 2020 12:42 PM
World
  • કોરોના વચ્ચે જાપાનમાં ‘બર્ડ ફલુ’નો કહેર: 18 લાખ મુર્ગીઓ મારી નંખાશે

લોકો ઉપર નવી આફત....

ટોકીયો તા.1
કોરોના મહામારી વચ્ચે જાપાનમાં બર્ડફલુ ઝડપથી ફેલાવા લાગ્યો છે. દેશના ચોથા રાજયમાં રોગચાળો પહોંચવા સાથે કૃષિ મંત્રાલયે દેશના પોલ્ટ્રી ફાર્મમાં સંક્રમણની લહેર શરૂ થઈ ગયાનું જાહેર કર્યુ છે. જે ચાર વર્ષમાં સૌથી ખરાબ મહામારી છે.
જાપાનમાં 18 લાખથી વધુ મુર્ગીઓ મારી નાંખવા નિર્ણય લેવાયો છે. સરકારે વેબસાઈટ પર કહ્યું કે, દક્ષિણ પશ્ર્ચિમનાં હયુગા શહેરના એક પોલ્ટ્રી ફાર્મમાં ‘એવીયન ઈન્ફલુએન્જા’ મળ્યો છે. આથી મુર્ગી કે તેના ઈંડા ખાવાથી મનુષ્યોને ચેપ લાગી શકે છે.
2016 બાદ જાપાનમાં બર્ડ ફલુ શરૂ થયો છે. મિયાજાકી પ્રાંતમાં 40 હજાર મુર્ગીઓ મારી નંખાઈ છે અને તેને દાટી દેવાઈ હતી, પોલ્ટ્રી ફાર્મના ત્રણ કી.મી. વિસ્તારમાં મુર્ગીના ધંધા પર પ્રતિબંધ મુકાયો છે. આ વર્ષ 91 હજાર મુર્ગીઓને અત્યાર સુધીમાં મારી નંખાઈ છે. 2016 અને 2017 વચ્ચે પણ 16 લાખ મુર્ગીઓ મારી નંખાઈ હતી.


Related News

Loading...
Advertisement