રાજકોટ, તા.1
સૌરાષ્ટ્ર-કચ્છમાં નવેમ્બર માસના મધ્યાહન બાદ ઠંડીનું મોજુ ફરી વળ્યા બાદ ડીસેમ્બરના પ્રારંભમાં વાતાવરણમાં બદલાવ સાથે ઠંડીનું જોર ઘટી ગયું છે. સવાર-સાંજ રાત્રે ઠંડક, દિવસે પારો 35 ડિગ્રીએ રહેતા ગરમી અનુભવાઇ રહી છે.સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ 19.0 ડિગ્રી, ભાવનગર 20.4, પોરબંદર 19.4, વેરાવળ 22.4, દ્વારકા 21.3, સુરેન્દ્રનગર 19.8, અમરેલી 18.2, મહુવા 18.7 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે ઓખા 21.4, ભુજ 28.6, નલીયા 15.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. નલીયા અને ડીસામાં ફુલ ગુલાબી ઠંડી અનુભવાઇ હતી અન્ય વિસ્તારોમાં હવામાં ભેજમાં વધારા સાથે પવનની ગતિ મદ રહી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો અનુભવાયો છે.