PUB-Gને ટક્કર આપવા આવી ગઈ ‘મેડ ઈન ઈન્ડિયા’FAU-G

01 December 2020 12:08 PM
Technology
  • PUB-Gને ટક્કર આપવા આવી ગઈ ‘મેડ ઈન ઈન્ડિયા’FAU-G

પ્લેસ્ટોર ઉપર ગેઈમને લિસ્ટ કરાઈ: જો કે અત્યારે માત્ર પ્રિ-રજિસ્ટર જ કરી શકાશે

નવીદિલ્હી, તા.1
જો તમે પબ-જી ગેઈમની ભારતમાં વાપસીની રાહ જોઈ રહ્યા છો તો વધુ એક સારા સમાચાર તમારા માટે આવ્યા છે. સ્ટુડિયો એન-કોર તરફથી સપ્ટેમ્બરના અંતમાં જેની જાહેરાત કરાઈ હતી તે ફૌજી (ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડસ) ગેમ હવે ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ થઈ ગઈ છે. ભારતમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ પબજી મોબાઈલ ઉપર પ્રતિબંધ લાગ્યા બાદથી યુઝર્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. પબજી જેવી અનેક ગેમ્સ પ્રતિબંધિત થયા બાદ પોપ્યુલર બની છે પરંતુ આ ગેઈમનો વિકલ્પ મળ્યો નથી. આ જ કારણ છે કે ફૌજીની જાહેરાત બાદથી જ તેના સત્તાવાર લોન્ચીંગની રાહ જોવાઈ રહી છે. આ મેડ ઈન ઈન્ડિયા ગેમને હવે ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ કરી દેવામાં આવી છે.


ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ થયા બાદ હજુ એન્ડ્રોઈડ યુઝર્સ તેને ઈન્સ્ટોલ કરી શકશે નહીં. અત્યારે તેને બનાવનારી કંપની સ્ટુડિયો એન-કાર માત્ર યુઝર્સને ગેમ માટે પ્રી-રજિસ્ટર કરવાનો વિકલ્પ આપી રહી છે. એક વખત આ ગેમ માટે પ્રિ-રજિસ્ટર કરવા પર ગેમ લોન્ચ થતાંની સાથે જ યુઝર્સને નોટિફિકેશન મોકલી દેવામાં આવશે. આ રીતે પ્રિ-રજિસ્ટર કરનારા યુઝર્સ સૌથી પહેલાં આ ગેમ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી શકશે.લિસ્ટીંગથી ગેમમાં ફોલો થનારી સ્ટોરી લાઈનનો આઈડિયા જરૂર મળી ગયો છે. આ ગેમ ભારતની ઉત્તરી સીમા પર રહેલા પહાડો પર આધારિત છે જ્યાં આઠ ફાઈટિંગ ગ્રુપ દેશની રક્ષા કરે છે. પ્લે સ્ટોર પર ગેમ ડિસ્ક્રિપ્શન લખ્યું છે કે ખેલાડી ફૌજી કમાન્ડોઝની સ્પેશ્યલ યુનિટ જોઈન્ટ કરશે અને સીમાની રક્ષા કરશે અને અહીં જ તેની ટક્કર દુશ્મનો સાથે થશે. તેમાં કહેવાયું છે કે આ ગેમ ભારતીય સેનાના વીર જવાનોને સમર્પિત છે.


નવી ગેમ અત્યારે માત્ર એન્ડ્રોઈઝ યુઝર્સ માટે જ પ્લે સ્ટોર ઉપર લિસ્ટ થઈ છે અને હજુ એપલ એપ સ્ટોર ઉપર તેનું લિસ્ટીંગ સામે આવ્યું નથી. બીજી બાજુ પબજી ગેમ પણ અનેક કોશિશો બાદ ભારતમાં વાપસી કરવા જઈ રહી છે અને આ અંગે સત્તાવાર નિવેદન પણ આવી ગયું છે. ચીનની ડિસ્ટ્રિબ્યુશન કંપની ટેન્સેન્ટ સાથે પોતાનું જોડાણ ખતમ કરતાં પબજી મોબાઈલ ભારત માટે ગેમનું ભારતીય વર્ઝન લઈને આવી રહી છે.


Related News

Loading...
Advertisement