વુહાનથી કોરોનાના મૂળનો પતો મેળવવાની શરૂઆત થશે : 'WHO'ના વડાનું મહત્વનું નિવેદન

01 December 2020 12:04 PM
World
  • વુહાનથી કોરોનાના મૂળનો પતો મેળવવાની શરૂઆત થશે :  'WHO'ના વડાનું મહત્વનું નિવેદન

કોરોનાની બીજી-ત્રીજી ઇનીંગમાં વિશ્ર્વમાં રોજના પાંચ લાખ કેસ : કુલ કેસ 7 કરોડને પાર:કોરોનાને લઇને કેટલાક લોકો રાજનીતિ કરી અમારા ઇરાદા પર શંકા કરે છે : ટેડ્રોસ એડહોમ ઘેબ્રેયસ

ન્યૂયોર્ક તા. 1 : દુનિયામાં કોરોના વાઇરસ તેની બીજી-ત્રીજી ઇનીંગમાં અગાઉની તુલનામા વધુ ઝડપથી ફેલાઇ રહયો છે. અને રોજના પાંચ લાખ કોરોના કેસ નોંધાઇ રહયા છે. અને સંક્રમિતોનો આંકડો 7 કરોડને પાર થયો છે ત્યારે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોમ ઘેબે્રેયસે એક મોટું નિવેદન કર્યુ છે કે અમે કોરોનાના સોર્સનો પતો મેળવવાની પુરી કોશીશ કરી રહયા છીએ. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો આ મુદે રાજનીતી કરી રહયા છે. અને અમારા ઇરાદા પર શંકા કરી રહયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડબલ્યુએચઓ લોકોને એ બાબતે આશ્ર્વસ્ત કરવા માગે છે કે કોરોના સોર્સનો પતો મેળવવા અમે વુહાનથી જ અમારા અધ્યયનની શરૂઆત કરશું. અમારી સ્થિતિ ખુબ જ સ્પષ્ટ છે. અમારે આ વાઇરસની ઉત્પતિ જાણવી જરૂરી છે. કારણકે તે ભવિષ્યમાં આવનાર પ્રકોપોને રોકવામાં મદદ કરી શકે તેમ છે.


ડબલ્યુએચઓના આ નિવેદન દરમિયાન દુનિયામાં કોરોનાના કેસમાં અગાઉની તુલનામાં વધારો થયો છે. અહેવાલો અનુસાર હાલ રોજના દુનિયામાં સરેરાશ પાંચ લાખ દર્દીઓ મળી રહયા છે. આ રીતે કોરોનાથી મોતનો આંકડો પણ દરરોજ હજારોમાં છે.જોન હોપક્ધિસ કોરોના રિસોર્સ સેન્ટરના આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 6,ર7,89,64પ થઇ ગયો છે. સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 14,60,049 દર્દીઓના મોત થયા છે. એકલા અમેરિકામાં રવિવારે કુલ 1,36,313 નવા કેસ બહાર આવ્યા હતા. જયારે 818 લોકોના મોત થયા હતા.જયારે બ્રાઝીલમાં છેલ્લા ર4 કલાકમાં ર4,468 નવા કેસ બહાર આવ્યા હતા. જયારે ર7ર દર્દીઓના મોત નિપજયા હતા. બ્રાઝીલમાં કુલ કેસનો આંકડો 63,14,740 થઇ ગયો છે. જયારે મોતનો આંકડો 1,7ર,833 છે. આ મામલે ભારત ત્રીજા ક્રમે છે.મેકિસકોમાં છેલ્લા ર4 કલાકમાં 6388 કેસ નોંધાયા છે. જયારે 196 દર્દીના મૃત્યુ નિપજયા છે. જયારે મોસ્કોમાં ર4 કલાકમાં 74, દક્ષિણ કોરિયામાં 438 નવા કેસ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement