હવે લકવાગ્રસ્ત દર્દીઓ પણ મેસેજ અને ઈ-મેઈલ કરી શકશે

01 December 2020 11:31 AM
Health Technology
  • હવે લકવાગ્રસ્ત દર્દીઓ પણ મેસેજ અને ઈ-મેઈલ કરી શકશે

મેલબર્નના વૈજ્ઞાનિકોએ અખત્યાર કર્યું ઉપકરણ ; જેને સીધું લકવાગ્રસ્ત દર્દીના મગજમાં ફીટ કરાશે

નવીદિલ્હી, 1
કોઈ વ્યક્તિને પેરેલિસીસ મતલબ કે લકવો થઈ જાય એટલે તેનું એ અંગ કામ કરતું બંધ થઈ જાય છે અને પછી તે વ્યક્તિ દૈનિક કામકાજ કરવામાં અસર્મથ બની જતી હોય છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક એવું ઉપકરણ અખત્યાર કર્યું છે જે લકવાગ્રસ્ત દર્દીઓને દૈનિક કાર્યો કરવાની ક્ષમતા પૂરી પાડશે. પેપરક્લિપના આકારની એક ચીપ માણસના મગજમાં મુકવાનું ઉપકરણ લકવાગ્રસ્ત દર્દીઓને મેસેજ કરવા, ઈ-મેઈલ કરવા અને ઓનલાઈન શોપિંગ જેવા કાર્ય કરવામાં મદદ કરશે. માનવ પરિક્ષણમાં આ ઉપકરણ અત્યંત કારગત સાબિત થયું છે.


આ ઉપકરણનું નામ સ્ટ્રેનટ્રોડ રાખવામાં આવ્યું છે. ઉપકરણને લકવાગ્રસ્ત બે દર્દીઓના મગજમાં મુકવામાં આવ્યું છે. આ બન્ને દર્દી ગંભીર રીતે લકવાથી પીડિત છે. તેને અમયોટ્રોફિક લેટરલ સ્કેલેરોસિસ અથવા મોટર ન્યુરોન ડિસીઝ કહેવામાં આવે છે. આ બીમારીમાં શરીરનો ઉપરનો હિસ્સો કામ કરવાનું બંધ કરી દે છે. જર્નલ ઓફ ન્યુરોઈન્ટરવેશનલ સર્જરીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ એવા નિષ્કર્ષ પર વૈજ્ઞાનિકો પહોંચ્યા હતા કે સ્ટ્રેનટ્રોડ તાર વગર મગજના સંકેતોને ફરીથી બહાલ કરવામાં મદદ કરે છે જેનાથી દર્દી દૈનિક કાર્યો જેવા કે ઓનલાઈન બેન્કીંગ, શોપિંગ અને મેસેજ કરવામાં સક્ષમ બની શકે છે.


ધ રોયલ મેલબર્ન હોસ્પિટલના પીટર મિશેલે કહ્યું કે આ અભ્યાસનું પરિણામ અત્યંત સકારાત્મક મળ્યું છે અને તે દર્શાવે છે કે ઉપકરણ સુરક્ષિત રીતે લોકોના દિમાગમાં મુકી શકાય છે. તેમણે કહ્યું કે આવું પહેલી વખત બન્યું છે જ્યારે આ પ્રકારનું એક ઓપરેશન કરવામાં આવ્યું છે એટલા માટે અમે એ વાતની ગેરંટી ન આપી શકીએ કે આ ઉપરકરણથી કોઈ સમસ્યા નહીં થાય પરંતુ અત્યારના તબક્કે બન્ને સર્જરી સફળ સાબિત થવા પામી છે.પ્રોફેસર મિશેલે આ ઉપકરણને દર્દીની રક્તવાહિકાઓ દ્વારા દિમાગના મોટર કોર્ટેક્સમાં પ્રતિરોપિત કરી હતી. ગળામાં એક નાનું કાણું પાડીને તેના દ્વારા આ પ્રતિરોપણને અંજામ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા સરળ નથી, પ્રત્યેક સર્જરીમાં રોગીની શારીરિક રચનાના આધાર પર મતભેદ હતા, જો કે બન્ને મામલામાં દર્દી થોડા દિવસ બાદ જ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘેર પરત ફર્યા હતા.


Related News

Loading...
Advertisement