2021ની દિવાળીમાં આવશે અપને 2

01 December 2020 11:10 AM
Entertainment
  • 2021ની દિવાળીમાં આવશે અપને 2

દેઓલ ફેમિલીની ત્રણ પેઢી આ ફિલ્મમાં સાથે જોવા મળશે

મુંબઇ,તા. 1 : ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ 2021ની દિવાળીમાં લોકોને અપને 2ની ધમાકેદાર ગિફટ આપવાના છે. દેઓલ ફેમિલી અપનેની સીવલ લઇને તૈયાર છે. 14 વર્ષ પહેલાં રિલીઝ થયેલી એકશન, ઇમોશન અને આદર્શોને દેખાડતી આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, શિલ્પા શેટ્ટી, કેટરિના કૈફ અને કિરણ ખેર લીડ રોલમાં હતાં. ફિલ્મની સ્ટોરી એક એવા પિતાની હતી, જેની ઇચ્છા હતી કે તેમના દીકરા બોકિંસગ ચેમ્પીયન બને. ફિલ્મ પુરી રીતે ફેમિલી એન્ટરટેઇનર હતી. આ ફિલ્મ વિદેશમાં પણ ખાસ્સી હીટ રહી હતી. હવે એની સીકવલમાં ધર્મેન્દ્ર સની દેઓલ અને બોબી દેઓલની સાથે જ સની દેઓલનો દીકરો કરણ દેઓલ પણ જોવા મળશે. ફિલ્મનું શુટીંગ માર્ચમાં પંજાબ અને યુરોપમાં શરુ કરવામાં આવશે. આ સીકવલમાં પહેલાની ફિલ્મની જેમ જ એકશન, ડ્રામા, ઇમોશન અને મનોરંજનનો પૂરો ખ્યાલ રાખવામાં આવશે. સાથે જ નવા એક્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. ફિલ્મની સ્ક્રીપ્ટ પણ તૈયાર થઇ ગઇ છે. ફિલ્મને અનિલ શર્મા ડીરેક્ટ કરશે તો દીપક મુકુટ પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઇને એક નાનકડી કિલપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ધર્મેન્દ્રએ કેપ્શન આપી હતી કે મારા પોતાના લોકો, જ્યાં સુધી ભગવાનની કૃપા રહેશે ત્યાં સુધી આપણે સાથે-સાથે ચાલતા રહીશું. દેઓલ પરિવારની ત્રણેય પેઢી અપને-2ને 2021ની દિવાળીમાં થિયેટર્સમાં લઇને આવવાની છે.


આ ફિલ્મને લઇને પોતાની લાગણી વ્યક્ત કરતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે મારી લાઇફની અપને બેસ્ટ ફિલ્મ રહી છે. આખી ટીમના અથાક પ્રયાસને તમે બધાએ ખૂબ આવકાર આપ્યો હતો. હવે હું ખૂબ ખુશ છું. કારણ કે અમે અપને 2 મારા દીકરા સની દેઓલ, બોબી દેઓલ અને પૌત્ર કરણ દેઓલની સાથે મળીને બનાવવાના છીએ. આ સ્પેશ્યલ ફિલ્મ રહેવાની છે અને એનું શૂટિંગ શરુક રવા માટે હું આતુર છું.


Related News

Loading...
Advertisement