વીર દાસનો આઉટસાઈડ ઇન શો નેટફ્લિક્સ પર

01 December 2020 10:36 AM
Entertainment Top News
  • વીર દાસનો આઉટસાઈડ ઇન શો નેટફ્લિક્સ પર

લોકડાઉન દરમ્યાન ચેરિટી માટે વીર દાસે કરેલાં 30 વર્ચ્યુઅલ લાઈવ સેશન હવે નેટફિલક્સ પર

અમદાવાદ : નેટફિલક્સ પર ચાર સ્ટેન્ડ-અપ કોમેડી અને એક ડાર્ક-કોમેડી ફિકશન શો હસમુખ રિલીઝ થયા બાદ કોમેડિયન એક્ટર વીર દાસની લોકડાઉન સ્પેશ્યલ કોમેડી આઉટસાઈડ ઇન આ પ્લેટફોર્મ પર જોવા મળશે. વીર દાસે લોકડાઉન દરમ્યાન ચેરિટી માટે ફન્ડ એકઠું કરવાના હેતુથી 30 વર્ચ્યુઅલ લાઈવ શો કર્યા હતાં, જેમાંથી 50 મીનીટનો શો બનાવીને એને નેટફિલક્સ પર રિલીઝ કરવામાં આવશે.વીર દાસે મુંબઇની નાનકડી રુમમાં બેઠાં-બેઠાં વિશ્ર્વના દરેક ખૂણામાંથી આવેલા દર્શકો સાથે વાતો કરી છે અને ખાસ તો લોકડાઉન પુરું થયા બાદ તમે પહેલી વસ્તુ શું કરશો ? એના જવાબ પરથી વીર કોમેડી કરતો જોવા મળશે.વીર દાસે જણાવ્યા મુજબ આ વર્ષે મેં કોઇ કોમેડી સ્પેશ્યલ શો કરવાનું વિચાર્યું નહોતું. જો કે 2020ને તમારા પ્લાનથી ક્યાં કંઇ લેવા-દેવા છે ? આ ચેરિટી સ્પેશ્યલ શો ફક્ત એક પ્રયોગ હતો અને હું ખુશ છું કે નેટફિલક્સને ક્ધટેન્ટ પસંદ આવ્યું છે જે 200 દેશોના લોકો સુધી પહોંચશે.વીર દાસની લોકડાઉન સ્પેશ્યલ કોમેડી આઉટસાઈડ ઇન 16 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.


Related News

Loading...
Advertisement