કોરોનાના આંકડાને લઇ કોંગ્રેસે પ્રહાર કર્યા : મોતની વાસ્તવિક સંખ્યા 8 થી 10 ગણી : મોઢવાડીયા

30 November 2020 09:41 PM
Gujarat Politics
  • કોરોનાના આંકડાને લઇ કોંગ્રેસે પ્રહાર કર્યા : મોતની વાસ્તવિક સંખ્યા 8 થી 10 ગણી : મોઢવાડીયા

અર્જુન મોઢવાડીયાએ કહ્યું, સરકાર સાચા આંકડા જાહેર કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે

રાજકોટ, તા. 30
રાજ્યમાં કોરોનાની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. દિનપ્રતિદિન કેસ વધી રહ્યા છે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. આવા વખતે કોરોનાના આંકડાને લઇ કોંગી નેતા અર્જુન મોઢવાડીયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મોઢવાડીયાએ કહ્યું કે કોરોનાથી મોતના વાસ્તવિક આંકડા 8 થી 10 ગણા છે.

અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે રાજયમાં કોરોનાના મોરચે સ્થિતિ વણસી રહી છે અને જેને લઇ ડરેલી સરકાર કેસના સાચા આંકડા છુપાવી રહી છે. એટલું જ નહીં સરકાર સ્મશાનમાં થતી અંતિમ ક્રિયાઓના આંકડા પણ છુપાવી રહી છે. સરકારે સાચા આંકડા જાહેર કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેવું જોઇએ. આંકડા છુપાવવામાં ગુજરાત બિહાર પછીના બીજા ક્રમે છે. તેમને ઉદાહરણ આપતા કહ્યું કે, અમદાવાદમાં સરકારી ચોપડે 2739 કેસ દર્શાવવામાં આવ્યા છે. તેની સામે ખાનગી હોસ્પિટલો સંપૂર્ણપણે દર્દીઓથી ભરેલી છે. તેમાં ર84પ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને સરકારી હોસ્પિટલોમાં ર916 દર્દી દાખલ છે. તેમજ આઇસીયુમાં 440 બેડ છે તેમાંથી 30 બેડ ખાલી છે. 210 વેન્ટીલેટરવાળા બેડમાં માત્ર 14 પથારીઓ જ ખાલી છે. જ્યારે સરકારના ચોપડે 82 દર્દીઓ જ વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં જ્યારે 4 થી પ હજાર ટેસ્ટ થતા હતા ત્યારે નવા દર્દીઓની સંખ્યા 300થી વધુ હતી. આજે હજારોની સંખ્યામાં રેપીડ ટેસ્ટ થાય છે. પરંતુ ટેસ્ટના આંકડાની નોંધ લેવાતી નથી.

અધિકારીઓને સલાહ આપતા અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અધિકારીઓ સરકારના રવાડે ન ચડે અને સાચા આંકડા આપે વાસ્તવમાં અધિકારીઓને કશું નહીં થાય પરંતુ સરકારે પ્રજાની વચ્ચે જવું પડશે.


Related News

Loading...
Advertisement