પીઢ નેતા આનંદ શર્માએ પી.એમ. મોદીને બિરદાવતા કોંગ્રેસ સ્તબ્ધ!

30 November 2020 06:22 PM
India Politics
  • પીઢ નેતા આનંદ શર્માએ પી.એમ.
મોદીને બિરદાવતા કોંગ્રેસ સ્તબ્ધ!

નવી દિલ્હી, તા. 30
પીઢ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવતાં કોંગ્રેસ પક્ષ સ્તબ્ધ થઇ ગયો હતો.તાજેતરમાં વડા પ્રધાને કોરોનાની રસી બનાવી રહેલા ત્રણ મુખ્ય કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇને ભારતીય વિજ્ઞાનીઓના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમની આ મુલાકાતને આનંદ શર્માએ બિરદાવી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાતથી કોરોના વોરિયર્સને પ્રોત્સાહન મળશે અને તેમની કામ કરવાની શક્તિ વધશે.


તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની રસી બનાવવાના પ્રયાસો કરી રહેલા વિજ્ઞાનીઓ અને કોરોના વોરિયર્સ માટે વડા પ્રધાનની મુલાકાત ઉત્સાહ વધારનારી અને કામમાં વધુ ઊર્જા કામે લગાડવાની પ્રેરણા આપનારી બની રહેશે.


કોંગ્રેસ પક્ષ માટે આ વિધાન ચોંકાવનારું બની રહ્યું કારણ કે વડા પ્રધાને કોરોનાની રસી બનાવતા કેન્દ્રોની લીધેલી મુલાકાતની કોંગ્રેસ પક્ષે ટીકા કરી હતી. આવી કોઇ મુલાકાતની જરૂર નહોતી એવો અભિપ્રાય કોંગ્રેસ પક્ષે વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની દ્રષ્ટિએ મોદી આવા ખોટા દેખાડા કરી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement