બોલીવુડના સંગીતકાર વાજિદ ખાનની પત્નીને ધરાર ધર્મપરિવર્તન માટે દબાણ : સોશ્યલ મીડિયામા પોસ્ટ વાઇરલ

30 November 2020 06:11 PM
Entertainment Top News
  • બોલીવુડના સંગીતકાર વાજિદ ખાનની પત્નીને ધરાર
ધર્મપરિવર્તન માટે દબાણ : સોશ્યલ મીડિયામા પોસ્ટ વાઇરલ

ધર્મના આધારે ભેદભાવ કરાતો હોવાનો આરોપ લગાવી વાજિદની પત્નીએ પોતાની વ્યથા ઠાલવી

મુંબઈ, તા.30
દેશમાં લવ જેહાદને લઈ ગરમ ચર્ચાનો માહોલ છે એવા સમયે જ બોલીવુડના દિવંગત સંગીતકાર વાજિદ ખાનની પત્ની કમલારૂખની સોશ્યલ મીડિયા પોસ્ટ ભારે વાઇરલ થઈ છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે વાજિદના પરિવારજનો તેને ધરાર ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા છે.


બોલિવૂડમાં સંગીતકાર બેલડી સાજિદ-વાજિદ ખૂબ લોકપ્રિય છે જોકે વાજિદ ખાનનું લાંબી બીમારી બાદ 1 જૂનના રોજ અવસાન થયું હતું. હવે તેમની પત્નીએ વાજિદ ખાનના પરિવારજનો પર સંગીન આરોપ લગાવ્યાં છે. વાજિદ ખાનની પત્ની કમલારૂખે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને કહ્યું કે, મારુ નામ કમલા રુખ ખાન છે અને હું દિવગંત સંગીતકાર વાજિદખાનની પત્ની છું. લગ્ન પહેલા અમે 10 વર્ષથી રિલેશનમાં હતા. હું પારસી છું, જ્યારે તેઓ મુસ્લિમ હતા. અમે લગ્ન કર્યા ત્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કર્યા. ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યા બાદ મારે કેવી રીતે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. જે ખૂબ જ શરમજનક છે. વાજિદના પરિવાર દ્વારા પરાણે ઈસ્લામ ધર્મ કબૂલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.


Related News

Loading...
Advertisement