સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ફુંફાડો યથાવત: નવા 361 કેસ: 9ના મોત

30 November 2020 05:00 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ફુંફાડો યથાવત: નવા 361 કેસ: 9ના મોત

રાજ્યમાં મહામારીના હાહાકારના પગલે વધુ 1564 વ્યકિતઓ સંક્રમિત: 5.17 લાખ ક્વોરેન્ટાઇન કરાયા

રાજકોટ, તા.30
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાઇરસની મહામારીની રફતાર યથાવત રહેવા પામી છે. જેમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો ગ્રાફ સતત ઉચકાઇ રહ્યો છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ યથાવત રહેવા પામેલ છે. જેમાં નવા 361 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. રાજકોટમાં આજે નવ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે.

ગઇકાલે રાજકોટના 96 સહિત રાજ્યમાં 1564 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 189,420 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. કોરોના દર્દીઓ સાજા થવાનો દર 90.95 ટકા રહ્યો છે. કોરોના વાઇરસના ફુંફાડાના કારણે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5,17,569 વ્યક્તિઓને કોરન્ટાઇન કરવામાં આવેલ છે. જે પૈકીના 5,17,579 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. રાજ્યમાં કોરોનાગ્રસ્ત 16 દર્દીઓએ દમ તોડી દીધો છે.

કોરોનાની લહેરમાં શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોવીડ-19ની ગાઇડ લાઇનનો ભંગ કરી કેટલાક માસ્ક પહેરતા નથી અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા ન હોય. સંક્રમિતોની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 29 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 5,209 થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 22 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે 1, પાલીતાણા 1, મહુવા તાલુકાના ઓથા ગામે 1 તથા મહુવા 1 કેસ મળી કુલ 4 કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગર પાલિકાના 21 તેમજ તાલુકાઓના 2 એમ કુલ 23 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

જુનાગઢ
જૂનાગઢ અને જિલ્લામાં કુલ 28 કોરોના પોઝીટીવ કેસ રેકર્ડ નોંધાયા હતા જેમાં જુનાગઢ શહેરના કેશોદ-5, મેંદરડા-માંગરોળમાં ત્રણ-ત્રણ, વિસાવદર બે અને ભેંસાણમાં એક મળી કુલ 28 કોરોના પોઝીટીવ સામે આવ્યા હતા જ્યારે 25ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જુનાગઢ શહેરમાં 13 જુનાગઢ તાલુકામાં બે, કેશોદ-6 અને વંથલ4માં 3નો સમાવેશ થાય છે. રવિવારના ગઇકાલે કુલ 29 કોરોના કેસ નોંધાયા હતા જેમાં જુનાગઢ શહેરમાં 12, કેશોદમાં 9, વંથલી જુનાગઢ તાલુકાઓમાં બબ્બે, વિસાવદર-માળીયા, ભેંસાણ-માણાવદરમાં એક-એક મળી કુલ 29 કોરોના પોઝીટીવ નોંધાયા હતાં.

ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસ થયા કોરોના વાયરસના આંકડા મહદ અંશે કાબુમાં જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને રવિવારે જિલ્લાના એકમાત્ર ભાણવડ તાલુકાના જ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ખંભાળીયાના ચાર, ભાણવડના બે તથા દ્વારકાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે બે દિવસમાં ડિસ્ચાર્જ થયેલા ચાર દર્દીઓમાં કલ્યાણપુર, ભાણવદના બે-બે દર્દીઓનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement