સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ફુંફાડો યથાવત: નવા 361 કેસ: 9ના મોત

30 November 2020 12:20 PM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ફુંફાડો યથાવત: નવા 361 કેસ: 9ના મોત

રાજ્યમાં મહામારીના હાહાકારના પગલે વધુ 1564 વ્યકિતઓ સંક્રમિત: 5.17 લાખ ક્વોરેન્ટાઇન કરાયા

રાજકોટ, તા.30
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાઇરસની મહામારીની રફતાર યથાવત રહેવા પામી છે. જેમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો ગ્રાફ સતત ઉચકાઇ રહ્યો છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ યથાવત રહેવા પામેલ છે.


જેમાં નવા 361 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. રાજકોટમાં આજે નવ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે.ગઇકાલે રાજકોટના 96 સહિત રાજ્યમાં 1564 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 189,420 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. કોરોના દર્દીઓ સાજા થવાનો દર 90.95 ટકા રહ્યો છે.


કોરોના વાઇરસના ફુંફાડાના કારણે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5,17,569 વ્યક્તિઓને કોરન્ટાઇન કરવામાં આવેલ છે. જે પૈકીના 5,17,579 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. રાજ્યમાં કોરોનાગ્રસ્ત 16 દર્દીઓએ દમ તોડી દીધો છે.


કોરોનાની લહેરમાં શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોવીડ-19ની ગાઇડ લાઇનનો ભંગ કરી કેટલાક માસ્ક પહેરતા નથી અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા ન હોય. સંક્રમિતોની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 29 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 5,209 થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 22 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે 1, પાલીતાણા 1, મહુવા તાલુકાના ઓથા ગામે 1 તથા મહુવા 1 કેસ મળી કુલ 4 કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.


જ્યારે ભાવનગર મહાનગર પાલિકાના 21 તેમજ તાલુકાઓના 2 એમ કુલ 23 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકા માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઇસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઇસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 5,209 કેસ પૈકી હાલ 77 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,056 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.


જુનાગઢ
જૂનાગઢ અને જિલ્લામાં કુલ 28 કોરોના પોઝીટીવ કેસ રેકર્ડ નોંધાયા હતા જેમાં જુનાગઢ શહેરના કેશોદ-5, મેંદરડા-માંગરોળમાં ત્રણ-ત્રણ, વિસાવદર બે અને ભેંસાણમાં એક મળી કુલ 28 કોરોના પોઝીટીવ સામે આવ્યા હતા જ્યારે 25ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જુનાગઢ શહેરમાં 13 જુનાગઢ તાલુકામાં બે, કેશોદ-6 અને વંથલ4માં 3નો સમાવેશ થાય છે.


રવિવારના ગઇકાલે કુલ 29 કોરોના કેસ નોંધાયા હતા જેમાં જુનાગઢ શહેરમાં 12, કેશોદમાં 9, વંથલી જુનાગઢ તાલુકાઓમાં બબ્બે, વિસાવદર-માળીયા, ભેંસાણ-માણાવદરમાં એક-એક મળી કુલ 29 કોરોના પોઝીટીવ નોંધાયા હતાં.


જ્યારે 14 કોરોના કેસમાં નેગેટીવ રીપોર્ટ આવતા રજા આપવામાં આવી હતી જુનાગઢ સીટીના 8, વિસાવદર-મેંદરડા અને કેશોદમાં બબ્બેનો સમાવેશ થાય છે. આમ છેલ્લા બે દિવસમાં કોરોનાએ ફરી જુનાનગઢ જિલ્લામાં રફતાર પકડી લેતા લોકોમાં ડરનો માહોલ ઉભો થવા પામ્યો છે.


ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસ થયા કોરોના વાયરસના આંકડા મહદ અંશે કાબુમાં જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને રવિવારે જિલ્લાના એકમાત્ર ભાણવડ તાલુકાના જ બે પોઝીટીવ કેસ નોંધાયા છે.


જ્યારે ખંભાળીયાના ચાર, ભાણવડના બે તથા દ્વારકાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જ્યારે બે દિવસમાં ડિસ્ચાર્જ થયેલા ચાર દર્દીઓમાં કલ્યાણપુર, ભાણવદના બે-બે દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં હાલ 56 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે જ્યારે કોરોના દરમિયાન નોન કોવિડ 60 દર્દીઓ તથા કોરોનાના કારણે નવ દર્દીઓ કુલ મૃત્યુઆંક 69 સરકારી ચોપડે નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી રથ મારફતે વ્યાપક પ્રમાણમાં ટેસ્ટ.


જિલ્લામાં નવા સાત કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
દ્વારકા જિલ્લામાં બે દિવસ દરમિયાન ખંભાળીયામાં પોર ગેઇટ, ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તાર, એનઆરઇ ક્રોસ રોડ તથા જીઆઇ ઇન્ફ્રા વિસ્તાર જ્યારે ભાણવડ ગ્રામ્ય વિસ્તારમાં બે સ્થળોએ જ્યારે દ્વારકાના રબારી ગેઇટ વિસ્તારમાં એક સ્થળને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.


Related News

Loading...
Advertisement