‘આશિકીબોય’ રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક : આઇ.સી.યુ.માં

30 November 2020 11:29 AM
Entertainment
  • ‘આશિકીબોય’ રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક : આઇ.સી.યુ.માં

મુંબઇ, તા. 30
બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ના એક્ટર રાહુલ રોયને ફિલ્મના શૂટિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. હાલ એક્ટર રાહુલ રોયને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહુલ રોયની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.રાહુલ રોય કારગિલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. રાહુલ રોયની હાલની સ્થિતિ વિશે ડોક્ટર્સનું કહેવું છે કે રાહુલ રોયના મગજના ડાબા ભાગમાં લોહી જામી ગયું છે. તેઓની તબિયતમાં સુધારો થતા સમય લાગશે. કારણકે આ ફિલ્મનું શૂટિંગ ઊંચાઈ પર થઈ રહ્યું હોવાના કારણે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું અને ટીમના સભ્યોને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. એક્ટર રાહુલ રોયે વર્ષ 1990માં ફિલ્મ ’આશિકી’થી ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ એટલી સફળ થઈ હતી કે રાહુલ રોયે ત્યારબાદ સીધી 47 ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ, ’આશિકી’ બાદ રાહુલ રોયનો જાદુ ચાલી શક્યો નહીં અને તેઓ ગ્લેમર દુનિયાથી દૂર થઈ ગયા. ત્યારબાદ તેઓ ટીવી શો ’બિગ બોસ’થી પણ ચર્ચામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement